પી.એમ. મોદીની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમણે ટી-ર૦ વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો સાથે એક યાદગાર વાતચીત કરી. જેમાં તેમણે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં હાલમાં સંપન્ન થયેલા આઈસીસી વર્લ્ડકપમાં તેમની યાત્રા વિશે ચર્ચા કરી. ગત સપ્તાહ દ.આફ્રિકાને હરાવી ટી-ર૦ વિશ્વકપ જીતનાર રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા લેવલ ચારના તોફાનના કારણે બાર્બાડોસના બ્રિજટાઉનમાં ફસાયા બાદ સવારે દિલ્હી પહોંચી. વડાપ્રધાન મોદીએ તસવીરો સાથે ‘એકસ’ પર પોસ્ટ કરી, આપણા ચેમ્પિયન્સ સાથે એક શાનદાર મુલાકાત. ટીમ ધૂમધામથી દિલ્હી પહોંચી અને પછી બ્રેકફાસ્ટ માટે વડાપ્રધાન આવાસે પહોંચી જયાં તેણે લગભગ બે કલાક વિતાવ્યા હતા. કપ્તાન રોહિત શર્મા પી.એમ. મોદીની જમણે જયારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તેમની ડાબી બાજુ હતા. ખેલાડીઓએ વિશેષ ટી-શર્ટ પહેરી હતી. જેમાં મોટા અક્ષરે વિશ્વ ચેમ્પિયન લખ્યું હતું અને બે સ્ટાર જે બે ટી-ર૦ વિશ્વકપ ટાઈટલ દર્શાવે છે. ખેલાડીઓએ વડાપ્રધાન સાથે તસવીર પણ ખેંચાવી હતી. આ પ્રસંગે બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્ની અને સચિવ જય શાહે વડાપ્રધાનને ટીમ ઈન્ડિયાની જર્સી ભેટ કરી જેમાં મોટા અક્ષરે ‘નમો’ અને ‘૧’ લખ્યું હતું. મુંબઈ પહોંચ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત થયું. ટીમનું વિમાન મુંબઈ પહોંચવા પર વોટર સેલ્યુટ આપવામાં આવ્યું. ભારતીય ટીમની વિજય પરેડ મરીન ડ્રાઈવથી પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમ સુધી યોજાઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks