પુરવઠા અધિકારીઓની સંડોવણીનો આક્ષેપ કરી સમિતિ બનાવી તપાસ કરવાની સુખડિયાની માગણી

અમરેલી, તા.૫
અમરેલીમાં રેશનિંગ માફિયાઓ દ્વારા સુખી સંપન્ન લોકના રેશનિંગ કાર્ડમાંથી અનાજ ઉપાડી લઇ કરેલ કૌભાંડમાં પુરવઠા વિભાગ દ્વારા જ તપાસ થઇ રહેલ છે વાસ્તવમાં પુરવઠા વિભાગના અધિકારીઓજ આ કૌભાંડમાં સંડોવાયેલ હોવાથી આ તપાસમાં ભીનું સંકેલવાના પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે આ કૌભાંડમાં અન્ય ઉચ્ચ અધિકારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા કોઈ સમિતિ બનાવી આ કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી લેખિતમાં ફરિયાદ સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ મુખ્યમંત્રીને કરી છે.
અમરેલીમાં રેશનિંગ દુકાન ધારકો અને પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓની મિલીભગતથી અમરેલીના પ્રતિષ્ઠિત અને સુખી સંપન લોકોના રેશનિંગ કાર્ડમાંથી તેઓની હાજરી વગર અને અંગુઠાની છાપ લીધા વિનાજ તેમના રેશન કાર્ડમાંથી અનાજ ઉપાડી લઇ બારોબાર વહેંચી નાખવાના કૌભાંડમાં પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારાજ તપાસ થઇ રહેલ હોઈ આ કૌભાંડમાં પુરવઠા વિભાગના કર્મચારીઓ જ સંડોવાયેલ હોવાથી કૌભાંડને ભીનું સંકેલવા પ્રયાસ થઇ રહયા છે,
આ કૌભાંડમાં પુરવઠા વિભાગના અધિકારીઓ સુખી સંપન્ન અને શિક્ષિત લોકોને રૂબરૂ મળી તૈયાર નિવેદનો ઉપર સહીઓ લઇ તપાસમાં ભીનું સંકેલવા માંગતા હોઈ જેથી આ કૌભાંડ બહાર લાવનાર સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ ફરીવાર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં ઈ-મેલ મારફત તટસ્થ તપાસ કરવા રજુઆત કરેલ છે આ કાંડમાં પૈસાદાર લોકોના બારકોડેડ કાર્ડ અને બીપીએલ કાર્ડ કઈ રીતે ઇસ્યુ કરી દીધા છે અને વર્ષોથી આ અનાજ કોણ લઇ ગયું અને કોણ કોણ આ કાંડમાં સંડોવયેલ છે તે બાબતે તપાસ કરવામાં આવે અને આ રાજ્ય વ્યાપી કૌભાંડ હોવાનું જણાવી સત્ય બહાર લાવવા મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks