(એજન્સી) નવી દિલ્હી,તા.૧૩
પ્રસિદ્ધ લેખિકા અરૂંધતિ રોયના પુસ્તક વોકિંંગ વિથ ધ કોમરેડસાને તમિલનાડુની મનોમણિય સુંદરાનર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી હટાવી દેવામા આવ્યું છે. યુનિવર્સિટી તંત્રએ આ નિર્ણય સંઘ સાથે જોડાયેલા સંગઠન વિદ્યાર્થી પરિષદના દબાણમાં લીધો છે. તમિલનાડુ સહિત દેશના જુદા જુદા ભાગોમાં તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. તમિલનાડુના વિપક્ષી દળોએ તંત્રના આ નિર્ણય પર નારાજગી વ્યકત કરી છે. આ મુદ્દા પર પોતે અરૂંધતિ રોયે એક નિવેદન જારી કર્યું છે. જયારે મેં વિદ્યાર્થી પરિષદના દબાણ અને ધમકી પછી પોતાના પુસ્તક વાકિંગ વિથ ધ કોમરેડસના મનોમણિયમ સુંદરાનર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી હટાવવા વિશે સાંભળ્યું તો આશ્ચર્યજનક રીતે દુઃખી થવાના સ્થાને હું ઘણી ખુશ થઈ કારણ કે મને તો ખબર જ ન હતી કે આ અભ્યાસક્રમમાં છે. મને પ્રસન્નતા છે કે આ ઘણા વર્ષોથી ભણાવવામાં આવી રહ્યું હતું. આ વાત અંગે કે તેને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, મને સહેજ પણ આશ્ચર્ય થયું નથી. આ એક લેખક તરીકે તેને લખવું મારૂં કર્તવ્ય હતું. એક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં તેને જાળવી રાખવા માટે લડવું મારૂં કર્તવ્ય નથી. આવું કરવું કે ના કરવું તેની જવાબદારી બીજાની છે. જો કે તેને વ્યાપક રીતે વાંચવામાં આવ્યું છે અને જેવું કે આપણે જાણીએ છીએ. પ્રતિબંધો લેખકોને વાંચવાથી રોકી શકતા નથી. અમારી વર્તમાન સત્તા દ્વારા સાહિત્યના પ્રતિ પ્રદર્શિત આ સંકીર્ણ, અસુરક્ષાત્મક વલણ માત્ર પોતાના ટીકાકારો માટે નુકસાનકારક નથી પરંતુ આ તેના પોતાના લાખો સમર્થકો માટે પણ નુકસાનકારક છે. આ આપણી સામુહિક બૌદ્ધિક હુમલાને સિમિત અને બાધિત કરી દેશે જેની માટે એક સમાજ અને દેશ તરીકે આપણે સમ્માન અને સ્વાભિમાનનું એક સ્થાન મેળવવા માટે સંપૂર્ણ વિશ્વમાં પ્રયાસરત છીએ.