પૂર્વોત્તર દિલ્હીમાં મુસ્લિમો સતત થતી કનડગતથી બચવા બજાર ભાવ કરતાં પણ નીચે પોતાના ઘરો વેચી રહ્યાં છે

શિવવિહારના ૫૦ જેટલા મુસ્લિમ પરિવારોએ પોતાના ઘર વેચવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું વિસ્તારના એસ્ટેટ એજન્ટ જણાવે છે

(એજન્સી) તા.૧
પૂર્વેત્તર દિલ્હીમાં મુસ્લિમોની લક્ષીત હત્યાઓ અને તેમની માલમિલકતની લૂંટફાટના કિસ્સાઓ સાથે આજથી સાત મહિના પહેલા ફાટી નીકળેલા કોમી રમખાણો બાદ પણ આજે બચી ગયેલા લોકોને પડોશીઓ દ્વારા ભારે કનડગત અને અપમાનજનક વ્યવહાર કરવામાં આવે છે.
એક મહિના પૂર્વે ફીઝાના પરિવારે તેમનું ઘર વેચી નાખ્યું કે જેથી તેઓ સલામત સ્થળે સ્થળાંતર કરી શકે. સામાન્ય સંજોગોમાં આ ઘરની કિંમત રૂા.૨૦ લાખ આવી હોત, પરંતુ કોરોના મહામારીને કારણે માર્કેટમાં મંદી હોવાથી તેઓ તેમનું ઘર માત્ર ૧૨ લાખમાં જ વેેચી શક્યાં તેમ છતાં તેમને સલામતી ખાતર શિવવિહારનું ઘર વેચી નાખ્યું.
ફીઝાના માતા નસરીન (નામ બદલેલ છે) જણાવે છે કે અમારી શેરીમાં રહેતાં હિંદુઓ રમખાણ બાદ અમારી દૈનિક જીંદગી મુશ્કેલ બનાવી રહ્યાં છે. અમે તેમની બાજુમાંથી પસાર થઇએ તો પણ તેઓ અમને હેરાન કરે છે. જ્યારે તેઓ અમને શેરીમાંથી પસાર થતા ંજુએ છે ત્યારે તેઓ અમને કોરોના વાયરસ ગણાવીને પોતાના મો પર માસ્ક પહેરી લે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ અમને અવાર- નવાર ટોણા મારેે છે કે અમે હુલ્લડખોરો છીએ અને અમે બિરીયાની ખાતા હોવાથી તેઓને અમારા પર વિશ્વાસ નથી. રમખાણ થયાં તે પહેલા પડોશી જોડે અમારા સારા સંબંધો હતાં. એસ્ટેટ એજન્ટ મોહમદ રીઝવાનના જણાવ્યાં પ્રમાણે તેઓ છેલ્લા ૧૭ વર્ષથી શિવવિહારમાં મિલકતોની લે-વેચનું કામ કરે છે. રીઝવાને જણાવ્યું છે કે શિવવિહારમાં ૫૦ જેટલા પરિવારોએ રમખાણ બાદ પોતાના ઘર વેચવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આમ પૂર્વોત્તર દિલ્હીમાં મુસ્લિમો પોતાને થતી સતત કનડગતથી બચવા બજાર કરતાં નીચા ભાવે પણ પોતાના મકાનો વેચી રહ્યાં છે. આ ઉપરાંત શિવવિહારની કેટલીક ગલીઓમાં દરવાજા મૂકી દેવામાં આવ્યાં છે. તેઓ અમારા દરવાજા બંધ કરી દે છે અને અમારી શેરીમાં પ્રવેશવા માટે અમારે તેમની રાહ જોઇને આજીજી કરવી પડે છે. જો કે ફરાહના ખાન જણાવે છે કે મુસ્લિમો શિવવિહાર છોડીને જાય નહીં. આપણે શા માટે સ્થળાંતર કરવું જોઇએ ? આપણે શું કર્યુ છે ? જો આ રીતે ચાલુ રહેશે તો શિવવિહારમાંથી મુસ્લિમો સંપૂર્ણપણે અદૃશ્ય થઇ જશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks