પૂર્વ પાકિસ્તાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ઝફરનું કોરોનાને કારણે નિધન

ઈસ્લામાબાદ,તા.૧૪
પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસનું કાળો કહેર જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ઝફર સરફરાઝનું કોરોના વાયરસને લીધે મૃત્યુ થયું છે. ઝફરનો કોવિડ ૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ૫૦ વર્ષના હતા. તેમણે ૧૯૮૮માં ડેબ્યૂ કર્યું હતું. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ત્રણ દિવસ અગાઉ પેશાવરની એક ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ કરાયા હતા.સરફરાઝ લેફ્ટ હેન્ડેડ મિડલ ઓર્ડર બેટ્‌સમેન હતા. તેમણે પેશાવર માટે ૧૫ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં ૬૧૬ રન બનાવ્યા હતા. તેમણે છ આંતરાષ્ટ્રીય મેચમાં ૯૬ રન ફટકાર્યા હતા. ૧૯૯૪માં તેમણે ક્રિકેટમાંથઈ સંન્યાસ લઈ લીધો હતો. સંન્યાસ બાદ તેઓ પેશાવરના સીનિયર અને અંડર-૧૯ ટીમ માટે કોચિંગ પણ કર્યું હતું.
પાકિસ્તાનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. પાકિસ્તાનાં કોવિડ- ૧૯ના કુલ ૫,૫૦૦ મામલા સામે આવ્યા છે જેમાં ખૈબર પખ્તુનખ્વાહમાં ૭૪૪ કેસો નોંધાયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks