(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૫
એમ.એસ. યુનિર્વસીટીની હેડ ઓફિસમાં પેટ્રોલ છાંટી આગ ચાપનાર ફાઇન આર્ટસના પૂર્વ વિદ્યાર્થી ચંદ્રમોહનનાં આજે રીમાન્ડ પુરા થતા અદાલતે તેને જ્યુડીશયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારની સાંજે એમ.એસ.યુનિર્વસીટીની વડી કચેરી ખાતે આવેલ વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસની ઓફિસમાં પૂર્વ વિદ્યાર્થી ચંદ્રમોહન આવ્યો હતો. વાંચા વ્યાસ હાજર નહીં હોવાથી તેણે તેમના પીએ સાથે વાત કર્યા બાદ પોતાની પાસેના થેલામાંથી બોટલ કાઢી વાંચાની ઓફિસમાં પેટ્રોલ છાંટી આગ ચાપી દીધી હતી. આગ પ્રસરી જતાં આખી ઓફિસ સળગીને ખાખ થઇ ગઇ હતી. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે પૂર્વ વિદ્યાર્થી ચંદ્રમોહનની સામે ખૂનની કોશિષ અને સરકારી ઇમારતને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. આજે રીમાન્ડ પુરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી અદાલતે ચંદ્રમોહનને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.