પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે રાજ્યવ્યાપી દેખાવો

અમદાવાદ, તા.૧૬
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજ્યમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે, એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવડાએ ગુજરાત સરકાર સામે શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું છે, નીતિન પટેલ લોકડાઉનના કારણે રાજ્યની તિજોરી પર ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરે છે તો સવાલ એ છે કે, શું લોકડાઉનમાં ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને નુકસાન થયું નથી ? તેમનું બજેટ ખોરવાયું નથી ? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી ? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થિક નુકસાન થયું તેનો અભ્યાસ કર્યો નથી ? લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ ધંધા-રોજગાર ઠપ્પ થયા પણ એની ચિંતા સરકારે કરી નથી ? કોંગ્રેસે કહ્યું કે, સરકારની આવક ઘટી તો તેનો ભાર પ્રજા પર કેમ. સરકારે નકલી ઉત્સવો અને જાહેર ખબર પાછળના ખર્ચ બંધ કરવા જોઈએ. મુખ્યમંત્રી માટે લેવાયેલું ૨૦૦ કરોડનું વિમાન કેમ રદ્દ ન કરવું જોઈએ એ સવાલ છે. ભાજપા સરકારની નીતિ છે કે, લોકો પાસેથી રોકડા વસૂલી રાહત માટે લોકોને બેંકમાં મોકલવામાં આવે છે. ૨૨ વર્ષમાં કરોડોની જમીન ઉદ્યોગપતિઓને મફતમાં આપી ત્યારે સરકારી તિજોરી પર અસર થઈ ન હતી. કોંગ્રેસ અને ભાજપાના શાસનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની સરખામણી કરતાં અમિત ચાવડાએ કહ્યું કે, યુપીએ સરકાર વખતે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૧૦૭ ડોલર પ્રતિ બેરલ હતો અને આજે ૪૦ ડોલર પ્રતિ બેરલ છે. ૬૬ ડોલરના ઘટાડા છતાં ગ્રાહકોને તેનો લાભ મળતો નથી. કોંગ્રેસના શાસનમાં પેટ્રોલનો ભાવ ૭૧ રૂપિયા હતો, જ્યારે આજે ૭૬ રૂપિયા છે. ડીઝલનો ભાવ ૫૫ રૂપિયા હતો, જ્યારે આજે ૭૪.૬૦ રૂપિયા છે. કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી ૯.૨૦ રૂપિયા હતી આજે ભાજપના શાસનમાં ૩૩ રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલ પર ૩.૪૬ રૂપિયા હતી, આજે ૩૧.૮૩ રૂપિયા લેવાય છે. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો વધારો થયો. આ સરકાર રાહત આપવામાં સમજતી નથી. સસ્તા ક્રૂડનો ફાયદો લોકોને મળતો નથી. આ સરકારે પ્રજાને લૂંટી સરકારી તિજોરી ભરવાની નીતિ રાખી છે. કોંગ્રેસ સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આવતીકાલે જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks