(એજન્સી) તા, ૧૧
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતને શૂટિંગમાં ત્રણ મેડલ મળ્યા હતા. સરબજોત સિંહ અને મનુ ભાકરે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.મનુ અને સરબજોત સિંહ તાજેતરમાં જ હરિયાણાના મુખ્યમંત્રી નયાબ સિંહ સૈનીને મળ્યા.આ બંનેને હરિયાણા સરકાર દ્વારા નોકરીની ઓફર કરવામાં આવી છે.પરંતુ બંનેએ આ કામ કરવાની ના પાડી દીધી છે. સરબજોત અને મનુએ નોકરીની ઓફર ન સ્વીકારવાનું કારણ પણ આપ્યું છે. હરિયાણાના મુખ્યમંત્રીના મીડિયા કોઓર્ડિનેટર મુકેશ વશિષ્ઠે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “આ બે ખેલાડીઓ માટે નોકરીમાં જોડાવું મુશ્કેલ છે. આ બંને મેડલ માટે રમી રહ્યા છે અને મનુ અને સબરજોત સિંહનું કહેવું છે કે આ બંને નોકરી માટે નહીં પણ ગોલ્ડ મેડલ માટે રમી રહ્યા છે. મનુ અને સબરજોતને રમતગમત વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટરના પદની ઓફર કરવામાં આવી હતી. આ બંને પહેલા અન્ય એથ્લેટ્સને પણ જોબની ઓફર મળી છે.
તમને જણાવી દઈએ કે ભારતે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં કુલ ૬ મેડલ જીત્યા છે. ભારતે શૂટિંગમાં ૩ મેડલ જીત્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ છે. કુસ્તીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. હોકીમાંથી એક મેડલ જીત્યુ છે. ટીમ ઈન્ડિયાને ભાલા ફેંકમાં સિલ્વર મેડલ મળ્યુ છે. સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં શ્રેષ્ઠતા દર્શાવી હતી. જોકે તે ગોલ્ડ જીતવાથી ચૂકી ગયા હતા. મેડલ ટેલીમાં જોઈએ તો ચીન ટોચ પર છે. ચીને કુલ ૯૦ મેડલ જીત્યા છે. તેમાં ૩૯ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૨૪ બ્રોન્ઝ છે. હકીકતમાં, જે દેશ સૌથી વધુ ગોલ્ડ જીતે છે તે મેડલ ટેલીમાં ટોચ પર રહે છે. યુએસએ બીજા સ્થાને છે. તેણે ૩૮ ગોલ્ડ સહિત ૧૨૨ મેડલ જીત્યા છે. તેમાં ૪૨ સિલ્વર અને ૪૨ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાએ ૧૮ ગોલ્ડ જીત્યા છે. તેણે કુલ ૫૦ મેડલ જીત્યા છે. જેમાં ૧૮ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.