પેલેસ્ટીની કાર્યકર્તાઓએ યહુદી વિદ્યાર્થીઓનેઅમેરિકન પરિસરમાં પ્રવેશ કરવાથી રોકયા

(એજન્સી) તા.૧
કેલિફોર્નિયા યુનિવર્સિટી લોસ એન્જલસમાં પેલેસ્ટીન સમર્થક વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વધતા તણાવની વચ્ચે કેટલાક યહુદી વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે તેમને પ્રદર્શનકારીઓ દ્વારા પરિસરમાં પ્રવેશ કરવા અને કલાસમાં ભાગ લેવાથી રોકી દેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાંથી એક એલીત્સેવેસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરી, જેમાં પેલેસ્ટીન સમર્થક કાર્યકર્તા કેમ્પમાં તેમનો રસ્તો રોકી રહ્યા છે, જયાં તે પોતાનું ઓળખપત્ર બતાવી રહ્યા છે. તેણે જણાવ્યું કે તેમણે મને મુખ્ય પ્રવેશ દ્વારનો ઉપયોગ કરી કલાસમાં ના જવા દીધો. તેના સ્થાને તેમણે મને અહીં તહીં ફરવા માટે વિવશ કર્યો. આ લોકોને શરમ આવવી જોઈએ. તેમને જવાબ આપતા ત્સેવેસ કહે છે, અમે ટયુશન ફી ભરી છે. આ અમારી સ્કૂલ છે. કાર્યકર્તાઓને ત્સેવેસની સામે લાઈનમાં ઉભા રહીને તેમને પ્રવેશ કરતા રોકતા જોવામાં આવ્યા છે. એકસ પર એક અન્ય વીડિયોમાં એક યહુદી વિદ્યાર્થીને લાઈબ્રેરીમાં પ્રવેશથી વંચિત કરતા દર્શાવવામાં આવ્યો છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે પેલેસ્ટીન સમર્થક કાર્યકર્તાઓએ લાઈબ્રેરી પાસે પહોંચીને વિસ્તાર પર કબજો કરી લીધો છે અને વિદ્યાર્થીઓએ અંદર જતા પહેલા પરવાનગી લેવી પડશે. વીડિયોમાં જોવામાં આવ્યું છે કે એક વિદ્યાર્થીને આ કહેવા પર પ્રવેશથી વંચિત કરી દેવામાં આવ્યો કે તે એક જાયોનીવાદી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks