પેલેસ્ટીન એક્શન ભૂખ હડતાળ કરનારાઓ જેલમાં‘મરી રહ્યા છે’, યુકેના ડૉક્ટરે ચેતવણી આપી

(એજન્સી) તા.૧૯
પ્રતિબંધિત વિરોધ સમુહ પેલેસ્ટીન એક્શન સાથે સંકળાયેલા છ કેદીઓ, જેઓ ભૂખ હડતાળ પર છે, તેમને પૂરતી આરોગ્યસંભાળ મળી રહી નથી અને તેઓ તાત્કાલિક મૃત્યુના જોખમમાં છે, સેંકડો બ્રિટિશ આરોગ્ય વ્યાવસાયિકોએ ચેતવણી આપી છે. ગુરૂવારે, ૮૦૦થી વધુ ડોક્ટરો, નર્સો, થેરાપિસ્ટ અને સંભાળ રાખનારાઓએ ન્યાય સચિવ ડેવિડ લેમીને પત્ર લખીને ચેતવણી આપી કે “જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો એવી વાસ્તવિક અને ઝડપથી વધતી શક્યતા છે કે યુવાન બ્રિટિશ નાગરિકો જેલમાં મૃત્યુ પામશે, જેઓ ક્યારેય ગુનામાં દોષિત ઠર્યા નથી.” ૨૦થી ૩૧ વર્ષની વયના કેદીઓ છે : કૈસર ઝુહરા; આમુ ગિબ; હેબા મુરૈસી; ટ્યુટા હોક્શા; અને કામરાન અહેમદ. લુઇસ ચિઆરામેલો આંશિક હડતાળ પર છે અને ડાયાબિટીસ હોવાથી દર બીજા દિવસે ખાવાનો ઇનકાર કરી રહ્યો છે.“સરળ શબ્દોમાં કહીએ તો, ભૂખ હડતાળ કરનારાઓ મરી રહ્યા છે,” ઇમરજન્સી ફિઝિશિયન અને યુનિવર્સિટી લેક્ચરર જેમ્સ સ્મિથે ગુરૂવારે લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ કોન્ફરન્સમાં ભૂખ હડતાળ કરનારાઓના પરિવારના કેટલાક સભ્યો, તેમને ટેકો આપતા રાજકારણીઓ, તેમના વકીલો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તેઓ બધા હવે એક નિર્ણાયક સમયનો સામનો કરી રહ્યા છે. ઇઝરાયેલી સંરક્ષણ કંપની એલ્બિટ સિસ્ટમ્સની બ્રિસ્ટોલ સ્થિત યુકે પેટાકંપની અને ઓક્સફોર્ડશાયરમાં રોયલ એર ફોર્સ (ઇછહ્લ) બેઝ પર તોડફોડમાં કથિત સંડોવણી બદલ જૂથને પાંચ જેલોમાં રાખવામાં આવી રહ્યું છે. તેઓ ચોરી અને હિંસક અવ્યવસ્થા સહિતના આરોપોને નકારે છે. પેલેસ્ટીન એક્શન, જેને જુલાઈમાં આતંકવાદી જૂથ તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, તે માને છે કે યુકે સરકાર ઇઝરાયેલી યુદ્ધ ગુનાઓમાં સંડોવાયેલી છે. આ લેબલ ૈંજીૈંન્ (ૈંજીૈંજી) જેવા સમુહને લાગુ પડે છે. પેલેસ્ટીની તરફી ભૂખ હડતાળ કરનારાઓની માંગણીઓમાં તાત્કાલિક જામીન, ન્યાયી ટ્રાયલનો અધિકાર અને પેલેસ્ટીન એક્શન પરનો પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે. તેઓ બધા એલ્બિટ ઠેકાણા બંધ કરવાની પણ માંગ કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts