પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

(એજન્સી) તા.૧૬
નવી દિલ્હીમાં પેલેસ્ટીની દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે, તેમણે યુદ્ધગ્રસ્ત ગાઝા માટે સહાય એકત્ર કરવા માટે ભારતમાં કોઈ સંસ્થા કે સંસ્થાને અધિકૃત કર્યા નથી. સોમવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં દૂતાવાસે કહ્યું કે, દાન માટે કોઈએ તેમની સાથે સંકલન કર્યું નથી. આ ઇઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચેના ઉગ્ર સંઘર્ષ દરમિયાન નિવેદન આવ્યું છે જ્યાં ભારતમાં પેલેસ્ટીનને સહાય મોકલવાના બહાને દાન એકત્ર કરતી ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓ છે. નિવેદનમાં જણાવાયું હતું કે, ‘પેલેસ્ટીન રાજ્યની એમ્બેસી નવી દિલ્હીથી આથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે, દૂતાવાસે કોઈપણ સંસ્થા, સંગઠન અથવા વ્યક્તિને દાન, નાણાં અથવા સહાય એકત્ર કરવા માટે અધિકૃત કર્યા નથી,’ નિવેદનમાં વધુમાં ઉમેરાયું કે, કોઈએ ગાઝા કે ઇજિપ્તમાં સહાય કે નાણાં મોકલવા પેલેસ્ટીન રાષ્ટ્રના ‘દૂતાવાસનું સંકલન કર્યું નથી.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks