પોલીસ તપાસ ન કરતી હોવાની રજૂઆત સાથે પ્રજાપતિ સમાજ દ્વારા કલેક્ટર એસપીને આવેદન

પાલનપુર, તા.૨૮
પાલનપુર ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના યુવક ઉપર ખોટી ફરિયાદ થઈ હોવાની તથા પ્રજાપતિ સમાજના ચાર જણના અપહરણની ફરિયાદ સામે પોલીસ તપાસ કરતી ન હોવાની રજૂઆત સાથે પ્રજાપતિ સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પાલનપુર તાલુકાના ગામમાંથી એક પ્રજાપતિ યુવક ઠાકોર સમાજની યુવતીને ભગાડી ગયો હતો અને બન્નેએ પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ પ્રજાપતિ સમાજના આગેવાનો બંન્ને પકડી લાવ્યા હતા અને બન્ને સમાજના આગેવાનોએ ભેગા થઇ યુવક યુવતીના છુટા છેડા કરાવ્યા હતા અને યુવતીને તેના પરિવારને સોંપી હતી. જો કે, આ બાબતની અદાવતમાં રાખી ઠાકોર સમાજના વદનજી ઠાકોર, દશરથજી ઠાકોર તથા મથુરજી ઠાકોરે પ્રજાપતિ સમાજના વિરચંદભાઈ પ્રજાપતિ, રમેશભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઇ પ્રજાપતિ તથા વિજયભાઇ દવેનું અપહરણ કર્યું હતું. જેની ફરિયાદ નોંધાવવા છતાં પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી અને સામેવાળાનો પક્ષ લઈ પાલનપુર મહિલા પોલીસ મથકમાં યુવક વિરૂદ્ધ પોસ્કોની ફરિયાદ દાખલ કરવામાં આવતા આજે પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરને તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય પગલાંની માગણી કરી હતી. જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની સાંત્વના આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks