પ્રદેશમાં દરેક અમેરિકી નાગરિક, લશ્કરી કર્મચારીઓ ‘હવે કાયદેસર લક્ષ્ય’ : ઈરાની સરકારી ટીવી

(એજન્સી)                                                           તા.૨૩
ઈરાનના રાજ્ય ટેલિવિઝનએ જણાવ્યું કે, રવિવારે ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા બાદ આ ક્ષેત્રમાં દરેક અમેરિકન નાગરિક અને લશ્કરી કર્મચારીઓ ‘હવે કાયદેસર લક્ષ્ય’ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ બુધવારે અમેરિકાને ચેતવણી આપી કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સામેલ ન થાય. ‘જો અમેરિકા આ સંઘર્ષમાં લશ્કરી રીતે સામેલ થશે તો જે નુકસાન થશે તે ભરપાઈ ન થઈ શકે તેવું હશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ઈરાન સામે સૈન્ય હુમલા શરૂ કરવામાં અમેરિકી સૈન્ય ઈઝરાયેલ સાથે જોડાઈ ગયું છે. ટ્રમ્પે શનિવારે ટ્રુથ સોશિયલ પર લખ્યું, ‘અમે ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન સહિત ત્રણ ઈરાની પરમાણુ સાઇટ્‌સ પર અમારો ખૂબ જ સફળ હુમલો પૂર્ણ કર્યો છે.’ હુમલા બાદ ઇઝરાયેલી સૈન્યએ હાઇ એલર્ટ, શિક્ષણ સ્થગિત, મેળાવડા પર પ્રતિબંધ અને બિનજરૂરી કામ પર રોક લગાવવાની જાહેરાત કરી હતી.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks