પ્રાંતિજ, તા.૧૬
ઇઝરાયલ પી.એમ બેન્જામીન નેતન્યાહુ ભારત ના પ્રવાસ પૈકી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વદરાડ ખાતે આવેલ ઇન્ડો ઇઝરાયલી ફાર્મની મુલાકાતે આવવાના હોય ત્યારે જીલ્લા તંત્ર તથા સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે.
પ્રાંતિજના વદરાડ ખાતે આવેલ સેન્ટર ઓફ એકસેસેલેન્સ ફોર વેજીટેબલ્સ (ઇન્ડો ઈઝરાયલ એગ્રી કલ્ચરલ વર્ક પ્લાન)ની આવતીકાલે ૧૭/૧/૨૦૧૮ને બુધાવારના રોજ બપોર બાદ ઇઝરાયલના પી.એમ બેન્જામીન નેતન્યાહુ તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યપાલ ઓ.પી.કોહલી , ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ સહિતના અધિકારીઓ મંત્રીઓ ઉપસ્થિત રહેવાના હોઇ વદરાડ ખાતે આવેલ ઇન્ડો ઇઝરાયલ ફાર્મમાં જિલ્લા વહીવટી તંત્ર તથા સ્થાનિક તંત્ર દ્વારા પુરતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને ફાર્મની બાજુમાં જ પાંચ જેટલાં હેલીપેડ તૈયાર કરવામાં આવ્યાં છે તંત્ર દ્વારા ઇઝરાયલ ના પી.એમ અને ભારતના વડાપ્રધાન ની મુલાકાત ને યાદગાર બની રહે તે માટે સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે તો આ મુલાકાત ખાસ કરીને કુષિ અને ટેકનોલોજી ને લઇને ખાસ એગ્રીમેન્ટ થશે તો ત્યાંથી પ્રસાર થતાં પ્રાંતિજ- તલોદ રોડ ઉપર ૧૭/૧/૨૦૧૮ ના રોજ એક દિવસ માટે નાના મોટા વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને બીજો વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.