પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર એક મહિનાથી ખાડો

 

પ્રાંતિજ નગરપાલિકાની કાર્યશૈલી લોક અચરજનું કેન્દ્ર બની રહી છે ! રેલવે સ્ટેશનના મુખ્ય રોડ ઉપરનું લિકેજ શોધવામાં એક મહિનો વિતી ગયો છે. એક મહિનાથી રોડ ઉપર ખોદકામ કરાયું છે. જેથી નિત્ય અવરજવર કરતા વાહનચાલકો સહિત આજુબાજુના રહીશો પરેશાન થઈ ગયા છે. વળી અહીં વળાંક હોવાથી રાહદારીઓ તથા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. આ જ વિસ્તારમાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વળાંકમાં જ દરગાહ તથા કબ્રસ્તાન આવેલ છે. અહીં કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં પાલિકા સત્વરે કામગીરી પૂર્ણ કરે તે જરૂરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks