સુરેન્દ્રનગર, તા.ર૧
પબ્લિક હેલ્થ સેન્ટરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવનારાઓને કંપની દ્વારા શોષણ કરવા બદલ તેમજ સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ તેમજ રાજ્ય સરકારના નીતિ નિયમ મુજબ પગાર ન ચૂકવવા બદલ તેઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરી ડ્રાઈવરોને કાયમી કરી પુરો પગાર આપવા નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના ભરતસિંહ ઝાલાએ રજૂઆત કરી છે.
આરોગ્ય સચિવને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે પ્રાથમિક આરોગ્ય સેવાએ કાયમી સેવા છે. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પી.એચ.સી.માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા આશરે ર૦ ડ્રાઈવરોને પગાર સરકારનું આરોગ્ય વિભાગ-૧૭૪૮૯ ચૂકવે છે. આઉટ સોર્સિંગ કંપની માત્ર રૂા.૬,૦૦૦થી ૭,૦૦૦ ચૂકવે છે જે લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું છે. મુખ્યમંત્રીએ અવાર-નવાર આદેશ કરેલ કે આઉટ શોર્સીંગમાં કામ કરતા કર્મચારીઓને સરકાર પૂરો પગાર ચૂકવે છે. પરંતુ જે કોન્ટ્રાકટરો પુરો પગાર નહીં ચૂકવેલ.
ગુજરાત સરકાર કરોડો રૂપિયા પ્રાથમિક આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચે છે. પરંતુ તેમાં ફરજ બજાવતા કામદારોને લઘુતમ વેતન પણ મળતું નથી તેથી આને વેઠ પ્રથા કહેવાય. ભારતીય સંવિધાનમાં જણાવેલ છે વેઠ કરાવવી તે ગુનો બને છે. ગુજરાતમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને કાયમી કરી પુરો પગાર આપવા યોગ્ય કાર્યવાહી કરશો. આઉસસોર્સિગથી જે કંપનીઓએ કામદારોનું શોષણ કરેલ છે તેના ઉપર ફોજદારી કાર્યવાહી કરી જ્યારથી કામદારોને નોકરી ઉપર રાખ્યા ત્યારથી આજદિન સુધીનો પુરો પગાર ચૂકવવા કાર્યવાહી કરશો. તેમજ આ તમામ ડ્રાઈવરો અને અન્ય રક્ષિત કામદાર ગણી તેઓને નોકરીમાંથી છૂટા ન કરે તે આદેશ કરશોજી.