પ્રેમિકાએ પ્રેમીને ખાટલા પર બાંધીને જીવતો સળગાવતાં ખળભળાટ

(એજન્સી) પ્રકાશમ,તા.૩૦
આંધ્ર પ્રદેશમાં એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પ્રેમિકાએ કથિત રૂપથી સેક્સ દરમિયાન પ્રેમીને ખાટલા પરથી બાંધીને તેને જીવતો સળગાવ્યો હતો. બન્ને પોલ્ટ્રી ફૉર્મના બિઝનેસમાં પાર્ટનર પણ રહ્યા હતા. તેમની વચ્ચે અમુક રૂપિયાની લેણદેણને લઈને વિવાદ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે પોલીસની તપાસ શરૂ કરતા જ આરોપી પ્રેમિકાએ સરેન્ડર કરી દીધું હતું. વિભિન્ન ધારાઓમાં કેસ નોંધી પોલીસે તેની પુછપરછ કરી રહી છે. એક ચોંકાવનારી ઘટના તપાસમાં કોંકણમિતલા મંડલના પ્રકાશમ જિલ્લામાં છોટાપલ્લી ગામની છે. પોલીસે જણાવ્યું કે, ૩૨ વર્ષના શેખ શબ્બીર પોડિલીના નિવાસી હતા. તે મર્રીપુડી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ છે. જ્યારે આરોપી મહિલા શકીરા (૨૮) પોડિલી ગામની રહેવાસી છે. શબ્બીર હોમગાર્ડની સાથે શકીરાની સાથે મળીને છોટાપાલેમમાં એક પોલ્ટ્રી ફાર્મ પણ ચલાવતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બન્નેએ ગુપચૂપ રીતે લગ્ન કરી લીધા હતા, પરંતુ પોતાના સંબંધોને છૂપાવીને રાખ્યા હતા. પોડિલી ઈન્સ્પેક્ટર એમ શ્રીનિવાસ રાવે જણાવ્યું કે, શબ્બીર અને શકીરાની વચ્ચે છેલ્લા આઠ મહિનાઓમાં લેણ-દેણને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. શનિવારે રાત્રે બન્નેએ પોલ્ટ્રી ફોર્મમાં મળવાનો નિર્ણય કર્યો હતો. શકીરાએ શબ્બીરને મારવા માટે અહીં પહેલાથી તૈયારી કરી રાખી હતી.શબ્બીરના આવ્યા બાદ અહીં એક ખાટલા પર બન્નેએ કથિત રૂપથી સેક્સ કર્યું, તે દરમિયાન શકીરાએ તેને એક સ્ટીલની ચેનની મદદથી ખાટલા પર પ્રેમીને બાંધી દીધો હતો. ત્યારબાદ શકીરાએ શબ્બીરની ઉપર પેટ્રોલ નાખી આગ ચાંપી દીધી હતી. પોલીસ તપાસ કરી રહી હતી, ત્યાં શકીરા પોડિલી પોલીસ સ્ટેશન પહોંચી સરેન્ડર કરી દીધું હતું. પોલીસે તેના વિરુદ્ધ આઈપીસીની વિભિન્ન ધારાઓમાં કેસ નોંધી જેલમાં મોકલી દીધી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks