પ્રોટેક્શન વોલ કયારે બનશે ? નર્મદા નદીના અંકલેશ્વર તરફના કિનારાનું ધોવાણ સતત ચાલુ

અંકલેશ્વર, તા.૪
ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીના સતત તીવ્ર વહેણ તેમજ વારંવાર આવતા પૂર અને ભરતીના પાણીના પગલે નર્મદા નદીના અંકલેશ્વર તરફના કિનારાનું દર વર્ષે ધોવાણ થઈ રહ્યું છે. આવું જ ધોવાણ ઝાડેશ્વર તાલુકાના ગામો પાસેથી વહેતી નર્મદા નદી કિનારાની જમીનોનું થયું હતું. પરંતુ ત્યાં પ્રોટેક્શન વોલનું કામ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તરફના કિનારાની જમીનોનું દર વર્ષે ધોવાણ થઈ રહ્યું છે તે અંગે ખેડૂતોએ ભૂતકાળમાં આવેદનપત્ર પણ પાઠવ્યા હતા. એક તબક્કો એવો પણ આવ્યો હતો જ્યારે પ્રોટેક્શન વોલ બનાવવા મંજૂર કરી દેવામાં આવી હતી અને કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અગમ્ય કારણોસર કામકાજ બંધ રહેતા આ વર્ષે નર્મદા નદીમાં પૂરનું પાણી આવતા અંકલેશ્વર તરફના કિનારાનું ધોવાણ થયું છે ત્યારે આ વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બાંધવા અંગેની માંગ ઊભી થઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks