પ્રોફેસર રામ પુનિયાનીએ ભીમા કોરેગાંવ હિંસા અને તેના ઇતિહાસ વિશે વાત કરી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
૧ જાન્યુઆરીએ પુણે નજીકના ભીમા કોરેગાંવ શોર્ય સ્મારક ખાતે ફાટી નીકળેલી હિંસા વિશે પ્રોફેસર રામ પુનિયાનીએ વાત કરી છે. પૂર્વ એન્જિનિયર અને માનવાધિકાર કાર્યકર પુનિયાનીએ કહ્યું કે ૨૯ ડિસેમ્બર, ૨૦૧૭ ના એક બપોરે, કેટલાક અજાણ્યા લોકો સ્થાનિક ગોવિંદ ગોપાલ મહારની સમાધિએ એકત્ર થયાં અને ત્યાંની તકતી ઉખાડી નાખી હતી. વ્યવસાયે કૂસ્તીબાજ, ગાયકવાડે ૩૧ વર્ષીય છત્રપતિ સાંભાજી મહારાજની અંતિમવિધિ કરી હતી. ૧૬૮૯ ની સાલમાં મોગલ બાદશાહ ઓરંગઝેબના સૈનિકોએ છત્રપતિ સાંભાજી મહારાજની ઘાતકી હત્યા કરી નાખી હતી. મહારાષ્ટ્રના પેશવા અને અંગ્રેજો વચ્ચે થયેલા ભીમા કોરેગાંવના યુદ્ધની ૨૦૦ મી વરસીની ઉજવણી કરવા માટે દલિતો એકત્ર થયાં હતા. દલિત નેતાઓ અંગ્રેજોના વિજયની ઉજવણી કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે ઈસ્ટ ઈન્ડીયા કંપનાના લશ્કરમાં તત્કાલિન અછૂત એવા મહાર સમૂદાયના સૈનિકો હતાં. પેશ્વા બ્રાહ્મણો હતા અને દલિતો દ્વારા તેમના વિજયને એક વિજયી પ્રતિક તરીકે મનાવવામાં આવે છે. દલિત જૂથો અને જમણેરી સંગઠનોના કાર્યકરો વચ્ચે અથડામણ સર્જાઈ જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. આ ઘટનાએ દલિતોને મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં દેખાવ કરવા માટે મજબૂર કર્યાં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks