પ્લાસ્ટિકની થેલીઓ ઉપર સરકારના પ્રતિબંધથી નાના ઉદ્યોગો પ્રભાવિત

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
પાણીના પાઉચ અને પ્લાસ્ટિકની થેલી ઉપરાંત મલ્ટિલેયર પ્લાસ્ટિક ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મુકાયો છે. પર્યાવરણના રક્ષણ માટે મૂકાયેલોે પ્રતિબંધ વાજબી છે પણ તેનાથી નાના ઉત્પાદકોને માઠી અસર પડશે તેમ પ્લાસ્ટિક ઉદ્યોગે જણાવ્યું હતું. સુરતમાં પાણીના પાઉચ, ચાની પાતળી પ્યાલીઓ ઉપર પ્રતિબંધ મુકાયો છે. ગુજરાતભરમાં ૨૫ માઇક્રોનથી પાતળી થેલીઓ પણ પ્રતિબંધિત છે. હવે ડિસ્પોઝેબલ ગ્લાસ અને બોટલ ઉપર પણ પ્રતિબંધ આવવાની તૈયારીઓ થઇ રહી છે.
પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા પ્રમાણે નાના ગણાય તેવા લગભગ ૨૦૦ – ૨૫૦ જેટલા એકમો પ્રભાવિત થશે. ઓછાં ટર્નઓવર ધરાવતા એકમોને નવી ટેન્કોલોજીમાં અપગ્રેડ થતા સમય લાગશે. કેટલાકને ધંધો છોડવો પણ પડશે. જો કે, મોટાં એકમો હવે નવી ટેન્કોલોજી અપનાવી લેતા તેને બહુ અસર થવાની નથી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આશરે ૨૦૦૦ – ૨૨૦૦ જેટલા પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવનારા છે. એમાંથી આશરે ૨૦૦ – ૨૫૦ જેટલા એકમો થેલી, પાઉચ, કોછલીઓ અને પ્યાલી જેવી નાની – નાની પ્રોડક્ટ બનાવતા હતા. પૂરા ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગ વિકસાવેલો છે પરંતુ ગુજરાત સૌથી વધુ ૨૧ ટકાના દરે વિકાસ પામીને આ ઉદ્યોગમાં આગળ છે. પર્યાવરણ માટે પ્રતિબંધ જરૂરી છે પણ લોકોમાં જાગૃતિ જરૂરી છે.
ફેડરેશન ઓફ સુરત ટેક્શટાઇલ ટ્રેડર્સ એસોસિએશન મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયત્રણ બોર્ડના ચેરમેન સુધીર શ્રીવાસ્તવને પણ લખ્યો છે, જેમાં કહ્યું છે કે, સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં સાડી, સૂટ વગેરેના પેકિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. આથી તેમ માર્ગદર્શન આપો કે. પ્રતિબંધ મૂકેલી વસ્તુઓમાં શું આવે છે અને કઇ કઇ વસ્તુઓ બાકાત છે. કાપડ ઉદ્યોગનો માલ દેશભરમાં અને વિદેશોમાં જાય છે. આથી માલની સલામતી અને સુરક્ષા માટેના ઉપાયો જણાવો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks