મોહંમદ સિરાજ અને આકાશ દીપ સામે ઈંગ્લેન્ડની ટીમ ઘૂંટણીએ
રનોના મામલામાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત ભારતે ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર બર્મિંગહામમાં ઈંગ્લેન્ડને હરાવ્યું
બર્મિંગહામ,તા.૬
ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડને જે વાતનું ઘમંડ હતું તેને પણ આજે ભારતે ચકનાચૂર કરી દીધું છે રપ વર્ષના યુવા કપ્તાન શુભમન ગીલની સેનાએ દિગ્ગજોથી ભરેલી ઈંગ્લીશ બ્રિગ્રેડને એઝબેસ્ટનમાં ઘૂંટણીએ પાડી દીધી ભારતીય ટીમે બીજી ઈનિંગના આધારે ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા સુપરહીરો કહેવાતા બેનસ્ટોકસની ટીમને ૬૦૮ રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ત્યારબાદ ફકત આઠમી ટેસ્ટ રમી રહેલા આકાશ દીપ અને મોહંમદ સિરાજ જેવા ઓછા અનુભવી બોલરોની કાતિલ બોલિંગની મદદથી કયારેય નહીં જીતી શકનારા ઈતિહાસના પાનાને ફાડી નાંખ્યા છે ભારતીય ટીમે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ ર૭૧ રનમાં સમેટી દીધી અને ૩૩૬ રને આ મેચ જીતી લીધી આ ભારતના રનોના મામલામાં સૌથી મોટી જીત છે આ પહેલા ર૭૯ રનની જીત ૧૯૮૬માં મળી હતી જેમાં ભારતના કપ્તાન કપિલ દેવ હતા. ભારત માટે શુભમન ગીલે પ્રથમ ઈનિંગમાં બેવડી સદી ફટકારી હતી. જયારે બીજી ઈનિંગમાં સદી ફટકારી પ્રથમ ઈનિંગમાં મોહંમદ સિરાજે ૬ જયારે આકાશ દીપે ચાર વિકેટ ઝડપી હતી. હવે આકાશ દીપે ફાઈવ વિકેટ હોલ મારતા બીજી ઈનિંગમાં અંગ્રેજોની હાલત ખરાબ કરી દીધી ભારતે ૧૯૬૭માં આ મેદાન પર આ પહેલા પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. જયારે તેને અહિંયા ૮ મેચોમાંથી સાતમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. આ રીતે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ હવે ભારત અને ઈંગ્લેન્ડ ૧-૧થી બરાબર છે આ જીત એટલા માટે પણ ઐતિહાસિક છે કારણ કે વિશ્વનો નંબર વન બોલર જસપ્રીત બૂમરાહ આ મેચમાં રમી રહ્યો ન હતો. જયારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર હાલમાં જ સંન્યાસ લઈ ચૂકયા છે મોહંમદ શમી ઈજાના કારણે ટીમમાં નથી ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં જેમી સ્મિથે ૮૮ રનની ઈનિંગ રમી જયારે ભારત માટે સૌથી વધારે વિકેટ આકાશ દીપે ઝડપી.