ફતેપુરામાં ટ્યુશને જતી સગીરાને છેડતા બે આરોપીને ઝડપી લેવાયા

(સંવાદદાતા દ્વારા) ફતેપુરા, તા.૧૭
ફતેપુરાની એક સગીરા ટ્યુશને જતી હતી. ત્યારે ચાર શખ્સોએ તેણીની છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. તેણીએ બૂમાબૂમ કરતા દોડી આવેલા લોકોએ બે આરોપીને ઝડપી મેથીપાક ચખાડી પોલીસને સુપ્રત કર્યા હતા. સમગ્ર મામલે ફતેપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરાર બે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ ચોપડે નોંધાયેલ ગુનો કલમ ૩પ૪, ૧૧૪ પોકસો એકટ કલમ ૮, ૧૭ મુજબ સગીરા તેમજ તેના પિતાએ ફરિયાદ લખાવી છે કે, તેઓની છોકરી ધો.૧રમાં ભણે છે. પોતાના ઘરેથી નાની છોકરી સાથે સાંજે ટ્યુશને જતી હતી. તે દરમિયાન આરોપી વેગેનાર ગાડી જીજે -પ સીજી ૪૩૭રમાં આવેલા અને સગીરાને કહ્યું કે રોડ ઉપર ઊભી રહે.કહી ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ રાકેશ સગીરાના છાતીના ભાગે હાથ નાખી ટોપ પકડી ઈજ્જત લેવાના ઈરાદે જાતીય સતામણી કરતા સગીરાએ બૂમાબૂમ કરી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેઓ ચાર પૈકી બે આરોપીઓ પકડાઈ ગયેલા. તેમાં વડવાસ ગામના ગૌરાંગ તેર સિંગ પારગી અને દિવ્યાંગ મનુ ગરવાળ પકડાઈ ગયા હતા. જ્યારે બટકવાડાના રાકેશ ભમાત અને ઈશ્વર ડામોર વેગેનાર ગાડી લઈ ભાગી ગયા હતા. આમ આ મામલે ફરિયાદીને ન્યાય મળે તેવી લાગણી સાથે પોલીસ સ્ટેશનમાં સગાઓના ટોળા ઉમટી પડ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks