ફાગ મહોત્સવમાં ગુજરાત અને રાજસ્થાનની એકતાની વાત કરતા મુખ્યમંત્રી

અમદાવાદ,તા.૧૨
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજસ્થાની સમાજ ગુજરાતમાં દુધમાં સાકરની જેમ ભળી ગયો છે. અખિલ ગુજરાત હિન્દી સમાજ પ્રેરિત ગુજરાત-રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા આયોજિત ફાગ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજસ્થાન એ ગુજરાતનું પડોશી રાજ્ય છે. રાજસ્થાનના લોકોએ ગુજરાતમાં વસી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી ગુજરાતના વિકાસ-પ્રગતિને વેગ આપવાનું કાર્ય કર્યું છે. મુખ્યમંત્રીએ ફાગોત્સવ એ રંગોનો તહેવાર છે. તે જ રીતે આપણા સૌના જીવનમાં ફાગોત્સવનાં રંગો રેલાય અને આગામી વર્ષ ઉમંગ-ઉલ્લાસ સાથે વિતે તેવી સૌને શુભેચ્છા પાઠવી હતી. રાજસ્થાન ગુજરાત પડોશી રાજ્ય છે અને બંને રાજ્યો સુખ દુઃખમાં સાથે મળી આગળ વધ્યા છે તેમ જણાવી સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે નયા ભારતના નિર્માણમાં સહભાગી થવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ બેટી બચાવો બેટી વધાવો અને સ્વચ્છતા અભિયાન માટે ૫૧,૦૦૦ના ચેક સ્વીકાર્યા હતાં અને રાજસ્થાની કલાકારો દ્વારા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિ પ્રસ્તુતિને નિહાળી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks