(એજન્સી) તા.૧૮
ફિલિપાઈન્સમાં કાઈ-તાક વાવાઝોડાનો કેર યથાવત છે. ભારે વરસાદને કારણે જુદા જુદા અકસ્માતોમાં ૩૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૨૩થી વધુ લોકો ગુમ થઈ ગયા છે. મધ્ય ફિલિપાઈન્સમાં ફ્લાઈટો રદ થતા રજાઓ માણવા પહોંચેલા સેંકડો દેશી-વિદેશી પર્યટકો પણ ફસાઈ ગયા છે. શનિવારે ત્રાટકેલા કાઈ-ટાક વાવાઝોડું નબળું પડ્યું અને પવનોની ઝડપ ૧૧૦ કિમી પ્રતિકલાકથી ઘટીને ૫૫ કિમી પ્રતિકલાક થઈ ગઈ હતી. તેમ છતાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું અને અનેક વિસ્તારો પૂરમાં ફસાઈ ગયા છે. ફિલિપાઈન્સની એનડીઆરએફ કાઉન્સિલે કહ્યું કે તોફાનને કારણે ૮૯ હજાર લોકો સુરક્ષિત સ્થળે સ્થાળાંતરિત કરી ગયા છે. ફિલિપાઈન્સમાં દર વર્ષે સરેરાશ ૨૦થી વધુ તોફાન આવે છે. ચાર વર્ષ અગાઉ અહીં આવેલા હૈયાન તોફાનમાં સાતથી વધુ લોકો માર્યા ગયા હતા.
Facebook
0
Twitter
0