ફિલ્મ ‘ગેમ ઓફ અયોધ્યા’ના શાંતિપૂર્ણ સ્ક્રીનિંગ માટે ડાયરેક્ટર સુનિલસિંહનો ઉ.પ્ર. સરકારને અનુરોધ

(એજન્સી) અલીગઢ, તા.૩૦
‘ગેમ ઓફ અયોધ્યા’ ફિલ્મના ડાયરેક્ટર સુનિલસિંહે ઉ.પ્ર. સરકારને રાજ્યભરમાં આ ફિલ્મ શાંતિપૂર્વક દર્શાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. કેટલાક જમણેરી પાંખના કટ્ટરવાદી સંગઠનોએ આ ફિલ્મમાં હકીકતોને તરોડી-મરોડીને વિકૃત રીતે રજૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાના વતન અલીગઢ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં સુનિલસિંહે જણાવ્યું હતું કે, હિંદુ જાગરણ મંચ અને કેટલાક અન્ય જમણેરી પાંખના જૂથો દ્વારા ફિલ્મ સામે દેખાવો થયા બાદ શહેરના સિનેમાગૃહોએ આ ફિલ્મ પોતાના થિયેટરોમાં દર્શાવવા ઈન્કાર કર્યો છે.
આ ફિલ્મ વાસ્તવમાં તા.૮-૧૨-૨૦૧૭ના રોજ થિયેટરોમાં રજૂ થવાની હતી. સુનિલસિંહે જણાવ્યું હતું કે, વિડંબના એ વાતની છે કે, તા.૩૦-૩૧ ડિસેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાનાર છે. જ્યારે બીજી બાજુ અલીગઢ અને કેટલાક અન્ય શહેરોમાં આ ફિલ્મ રિલીઝ કરવા માટે પર્યાપ્ત સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી નથી.
આ ફિલ્મ અયોધ્યામાં ડિસેમ્બર ૧૯૯૨માં બાબરી મસ્જિદ શહીદની ઘટના પર આધારિત છે. એસએસપી રાજેશ પાંડેએ જો કે ફિલ્મ નિર્માતાને શહેર પોલીસ સહકાર આપી રહી નથી એવા આક્ષેપને રદિયો આપ્યો છે. અલીગઢમાં ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય પોલીસ વિભાગના કહેવાથી નહીં પરંતુ થિયેટરના માલિકોનો હતો. જો અમને કહેવામાં આવશે તો થિયેટરોને અમે પર્યાપ્ત સુરક્ષા પૂરી પાડીશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks