ફોર ઈન વન ઈન્ટરેકટીવ થિયેટર દ્વારા ભાજપનો પ્રચાર કરાશે

અમદાવાદ, તા.૨૩
ભાજપા દ્વારા ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં વિકાસ વિરોધી કોંગ્રેસની માનસિકતા તોડવા ગુજરાત ગૌરવ યાત્રા,ગુજરાત મહા સંમેલન,ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન સાથે પરંપરાગત સ્ટીકર અને પત્રિકાઓ દ્વારા પ્રચાર અભિયાનને હાથ ધરવામા આવ્યુ છે.આ અંગે પ્રદેશ ભાજપ પ્રવકતા જગદીશ ભાવસારે એક યાદીમા કહ્યુ કે,ભાજપ દ્વારા પ્રચાર પ્રસારને આગળ ધપાવવા લોક કલાકારો સાથેનો ટેબ્લો,લાઈન હ્યુમન ડાન્સ, વિકાસનો જાદુ,જાદુગરોને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કાર્ય માટે મોકલ્યા હતા.આ પ્રચારકાર્યમાં આજે વધારાનુ સોપાન આરંભ કરવામા આવ્યુ છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા ફોર ઈન વન લાઈવ ઈન્ટરેકટીવ થિયેટર દ્વારા ભાજપ જનતાની વચ્ચે વિકાસની વાત મુકશે જનતા જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ પ્રવચન સાંભળી શકાશે,સેલ્ફી લઈ શકાશે.
ફોર ઈન વનની વિશેષતા
ભારતમા સૌ પ્રથમ વખત ઈનોવેટીવ કેમ્પેનીંગ કોન્સેપ્ટ જે રથમાં એક સાથે ચાર ચીજો એક સાથે થતી જોવા મળશે.ઓડીયન્સ(મતદાતા) પોતાને લાઈવલી એક મોટી ૧૨ બાય ૮ ફૂટની એલઈડી વીડિયોવોલ પર પોતાને પ્રત્યક્ષ જોઈ શકશે. દેશનુ પહેલુ ૧૨.૫ ફૂટ ઉંચુ થીયેટર આર્ટીસ્ટ લાઈવલી પ્લે પર્ફોમ કરી ઓડિયન્સ જોડે લાઈવ ઈન્ટરેકટ કરશે ડ્રામાની વચ્ચે વચ્ચે પાર્ટી પ્રચારના વિઝયુઅલ ટી.વી.એડ આવશે.જે એડનો સારાંશ ઓડીયન્સને માર્મિક કટાક્ષ સાથેના રમુજી સંવાદો સાથે સમજાવાશે. વડાપ્રધાન ટેકનોલોજીના માધ્યમથી વિડીયો વોલ પર લાઈવ દેખાતા ઓડિયન્સની વચ્ચે એક વિશિષ્ટ ટેકનોલોજી સાથે પ્રગટ થશે જ્યા ઓડીયન્સ અને પી.એમ.એક સાથે વોલ પર દેખાશે જયાં લોકો વડાપ્રધાન સાથે પોતાના મોબાઈલથી સેલ્ફી લઈ શકશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks