બંગાળને રૂા.પ૩,૦૦૦ કરોડની બાકીની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે : મમતા બેનરજી

 

રાજ્યએ કોવિડ મેનેજમેન્ટ પાછળ રૂા.રપ૦૦ કરોડ ખર્ચ કર્યો પરંતુ અમને હજી સુધી રૂા.૧રપ કરોડ જ મળ્યા છે : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી

(એજન્સી) તા.૩૧
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીને વિનંતી કરી હતી કે તેમના રાજ્યની બાકી રહેલી રકમની તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે કે જેથી કોવિડ-૧૯ સામેની લડતમાં મદદ મળે. બંગાળ પર રહેલા આર્થિક બોજાનો ઉલ્લેખ કરતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે, ‘રાજ્યએ અત્યાર સુધી રૂા.રપ૦૦ કરોડ ખર્ચી નાખ્યા છે પરંતુ અમને અત્યાર સુધી ફક્ત રૂા.૧રપ કરોડ જ મળ્યા છે તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી અને કેન્દ્રની ટીમે અમ્ફાનથી અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓની મુલાકાત લીધી હતી પરંતુ રાજ્યને રૂા.૧૦૦૦ કરોડ સિવાય બીજી કોઈ મદદ મળી નથી. જ્યારે રાજ્ય સરકારે સહાય કાર્યમાં રૂા.૬પ૦૦ કરોડ ખર્ચી નાખ્યા છે.” વડાપ્રધાન મોદીને કોવિડ-મેનેજમેન્ટ માટે એક જુદા ફંડની વ્યવસ્થા કરવાનું કહેતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર અમને કહે છે કે કોવિડ મેનેજમેન્ટ માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (જીડ્ઢઇહ્લ)માંથી ખર્ચ કરવામાં આવે. પરંતુ જો ડિઝાસ્ટર મેનેજમેન્ટના ફંડનો ઉપયોગ કોવિડ-મેનેજમેન્ટ માટે કરવામાં આવશે તો કુદરતી આફતના સમયે અમે ફંડ કયાંથી મેળવીશું” હું વડાપ્રધાન મોદીને વિનંતી કરું છું કે, કોવિડ મેનેજમેન્ટ માટે એક જુદા ફંડની વ્યવસ્થા કરવામાં આવે.”
મમતા બેનરજીએ આ પુનરોચ્ચાર કર્યો હતો કે, કેન્દ્ર સરકાર પ.બંગળને રૂા.પ૩૦૦૦ કરોડનું પેન્ડિંગ ફંડ અને જી.એસ.ટી. વળતર તાત્કાલિક આપે તેમણે કહ્યું હતું કે, હું છેલ્લા છ મહિનાથી આ ફંડ રીલીઝ કરવાની વિનંતી કરી છું.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts