બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન : ગનીબેન

ડીસા,તા.૧૬
બનાસકાંઠામાં ખેડૂતોના સિંચાઈના પાણીના મામલાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યએ આ મુદ્દે ધરણા કરતા મામલો હવે ઉગ્ર બની ગયો છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય ગનીબેન ઠાકોર ખેડૂતોને સિંચાઈનું પાણી તત્કાલીન આપવામાં આવે તે મુદ્દે ધરણા પર બેઠા છે. તેમણે થરાદમાં એસ.ડી.એમ. કચેરી ખાતે ધરણા ધર્યા છે. ધારાસભ્ય ગનીબેન ઠાકોરે ખેડૂતોને તત્કાલીન સિંચાઈનું પાણી મળે તેવી માંગ કરી છે. તેમની સાથે મોટી માત્રામાં ખેડૂતો પણ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. ગેનીબેન ઠાકોરે સિંચાઈ મંત્રીના મત વિસ્તારમાં જ ધરણા ધર્યા છે. તેમણે જણાવ્યું કે તત્કાલીન ખેડૂતોના સિંચાઈના પાણીના પ્રશ્નનો સરકારે ઉકેલ લાવવો જોઈએ. જો સરકાર આમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમણે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks