બલિયા : દલિત યુવતી પર પહેલાં બળાત્કાર ગુજાર્યો અને પછી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી

(એજન્સી) તા.૩
બલિયા જિલ્લાના બૈરિયા વિસ્તારમાં એક દલિત છોકરી પર બળાત્કાર કરવા બદલ તે જ ગામના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી ૨૨ વર્ષની દલિત યુવતી પર તેના ગામના રહેવાસી લગન દેવ યાદવે (૩૪) ૭ માર્ચે બળાત્કાર ગુજાર્યો હતો અને જો તેણીએ કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી. છોકરીની માતાની ફરિયાદ પર યાદવ વિરૂદ્ધ બળાત્કાર અને ધમકીના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts