બળાત્કારની પીડિત મુસ્લિમ યુવતી સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે

કોડીનાર, તા.૩૧
કોડીનાર તાલુકાના પીછવા ગામની મુસ્લિમ યુવતીનું અપહરણ કરી નરસી પૂંજાવાળાએ અવારનવાર બળાત્કાર ગુજારી અને દુષ્કર્મની પીડિતાએ પુત્રીને જન્મ આપ્યા બાદ ચેતન ઉર્ફે મુન્નો ધિરજલાલ દેવમુરારી નામનો શખ્સ પીડિતાને તેના ઘરે મૂકી આવવાનું કહી અલગ-અલગ ગામોમાં લઈ દુષ્કર્મ આચર્યાનો અને બીજા પાંચ શખ્સોએ આ કેસમાં અપહરણથી માંડી દુષ્કર્મમાં મદદગારી કરી પીડિતાની છેડતી કર્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ આ દુષ્કર્મ કેસ ઉના સેશન્સ કોર્ટમાં ચાલી જતા સેશન્સ કોર્ટ ગત તા.ર૪/૧/૧૮ના આ કેસમાં ચુકાદો આપી કુલ ૭ આરોપીઓને ૩ વર્ષથી લઈ ૧૦ વર્ષ સુધીની સજા ફટકારી હતી. જેમાં નરસી પૂંજાવાળા અને દિનેશ લુંભા ગોહિલને ૭-૭ વર્ષ સખ્ત કેદ અને રૂા.પ૦ હજારના દંડની સજા, જ્યારે ચેતન ઉર્ફે મુન્નો ધીરજલાલ દેવમુરારીને ૧૦ વર્ષની સખત કેદની સાથે રૂા.પ૦૦૦૦ હજારના દંડની સજા ફટકારી હતી. જ્યારે હરીકાના વાળા, ધીરૂ કાના વાળા, વજુ પુનાવાળાને સાડા ત્રણ વર્ષની સખત કેદ અને રૂા.૧૦ હજારના દંડની સજા ફટકારી હતી. કોર્ટના આ હુકમની દુષ્કર્મ પીડિતા યુવતીએ સંતોષ ન થતાં, નરાધમોએ ભયંકર ગુનો આચરેલ હોય તેમના માટે ફાંસીની જ સજા મળવી જોઈએ તેવી માંગ સાથે પીડિતા આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી મુખ્ય આરોપીઓને ફાંસીની સજા અને રૂા.પ લાખનો દંડ કરવા અને દુષ્કર્મથી પીડિતાના કુખે થયેલ પુત્રીનું આજીવન ભરણપોષણની જવાબદારી નક્કી કરી અન્ય આરોપીઓને પણ કડક સજા ફટકારવા હાઈકોર્ટના દ્વાર ખખડાવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks