બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં કેસને સેશન્સ કમિટ કરાયો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
દિગમ્બર જૈન ઉપાશ્રયની બાજુમાં આવેલી એક રૂમમાં વડોદરાની એક વિદ્યાર્થિની સાથે બળાત્કાર કરવાના ગુનામાં સંકળાયેલા આરોપી જૈન મુનિ શાંતિસાગરને બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, બળાત્કારનો કેસ સેશન્સ કમિટ થઈ ગયો હોવાની વિગત બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, પ્રજ્ઞેશ સરૈયા તથા વિરલ ચલિયાવાળાએ આપી હતી. ફરિયાદ પક્ષ તરફથી એડવોકેટ મુખત્યાર શેખ ઉપસ્થિત રહ્યા હતા. આ કેસની વિગત એવી છે કે, દિવાળીના દિવસો દરમ્યાન નાનપુરા-ટીમલિયાવાડ પાસે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે વડોદરા ખાતે રહેતી એક યુવતી તથા તેના માતા-પિતાને પૂજા-અર્ચના કરવાના બહાને બોલાવી ઉપાશ્રયની બાજુના રૂમમાં લઈ યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અઠવા પોલીસ મથકમાં આરોપી શાંતિ સાગર મહારાજ વિરૂદ્ધ પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ મુજબનો ગુનો નોંધી જૈન મુનિની ધરપકડ કરી હતી. બુધવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કેસને સેશન્સ કમિટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks