બાંગ્લાદેશની કોર્ટે ખાલિદા-ઝિયાના જામીન મંજૂર કર્યા

(એજન્સી) ઢાકા, તા.૧ર
બાંગ્લાદેશની અદાલતે પૂર્વ નેતા ખાલિદા-ઝિયાને સોમવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોવાનું તેમના વકીલે જણાવ્યું હતું. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના ૭ર વર્ષીય પૂર્વ વિપક્ષી નેતા ખાલિદાને અનાથાશ્રમના નાણાંનો દુરૂપયોગ કરવાના આરોપમાં પાંચ વર્ષ જેલની સજા થઈ હતી. જો કે, ખાલિદા ઝિયાએ આ આક્ષેપોને સતત નકારી કાઢયા હતા અને તેને રાજકારણ પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. ખાલિદા ઝિયાના વકીલ જૈનુલ આબેદીને જણાવ્યું કે, કોર્ટે તેમના ૪ મહિનાના જામીન મંજૂર કર્યા છે. બીએનપીના સેક્રેટરી જનરલ ફારૂકુલ ઈસ્લામ ખાલિદા ઝિયાની જામીન મંજૂર કરવામાં વિલંબ કરવાને અસંગતતા ઠેરવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks