બાંગ્લાદેશને ધૂળ ચટાડવા માટે ટીમ ઇન્ડિયાએ તૈયારી શરૂ કરી

એક મહિનાના બ્રેક બાદ ટીમ ઈન્ડિયા મેદાનમાં પરત ફરી, કોહલીએ ૪પ મિનિટ બેટિંગ પ્રેક્ટિસ કરી

ચેન્નાઇ, તા.૧૩
ભારતીય ટીમે શુક્રવારથી ચેન્નાઇમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમ્યાન રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ પહેલીવાર નવા કોચિંગ સ્ટાફને પણ મળી. ભારતીય ટીમના ખેલાડીઓ લગભગ એક મહિનાના લાંબા બ્રેક બાદ ચેન્નાઇમાં ટ્રેનિંગ કેમ્પમાં એકત્રિત થયા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ ૧૯ સપ્ટેમ્બરે રમાશે. બીસીસીઆઇએ પ્રથમ દિવસની પ્રેક્ટિસની તસવીરો શેર કરતા લખ્યું કે, ‘ઉલટી ગિનતી શુરૂ.’ ટીમ ઇન્ડિયાએ રોમાંચક ઘરેલુ સિઝન માટે તૈયારી શરૂ કરી દીધી છે. તસવીરમાં બતાવ્યું છે કે, પૂરી ટીમ ગંભીર, સહયોગી સ્ટાફ અને કપ્તાન રોહિતને ધ્યાનથી સાંભળી રહી છે. આ પહેલા યલો ટી-શર્ટમાં રોહિત સુરક્ષાકર્મીઓની હાજરીમાં એરપોર્ટથી બહાર નીકળ્યો. જ્યારે વિરાટ લંડનથી સીધો અહિંયા પહોંચ્યો છે. બુમરાહ, કે.એલ. રાહુલ, રિષભ પંત ગુરૂવારે જ અહિંયા પહોંચી ગયા હતા. ખેલાડી એક મહિનાના બ્રેક બાદ મેદાનમાં પરત ફરશે. ઓગસ્ટમાં શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સિરીઝમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. નવા કોચ ગૌતમ ગંભીર સાથે આ પ્રથમ ટેસ્ટ સિરીઝ છે. બાંગ્લાદેશે હાલમાં જ પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં ૨-૦થી હરાવ્યું છે. આ સિરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ચક્રનો હિસ્સો છે. ભારતે આના બાદ ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ અને ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચોની બોર્ડર ગાવસ્કર સિરીઝ રમવાની છે.
પ્રથમ પ્રેક્ટિસ સેશન દરમ્યાન ચેમ્પિયન બેટ્‌સમેન વિરાટ કોહલીએ નેટ પર ૪પ મિનિટ સુધી બેટીંગ પ્રેક્ટિશ કરી હતી. જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પણ જોરદાર બોલિંગ પ્રેક્ટિસ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks