મોડાસા, તા.ર૪
ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની સીટો પર પેટાચૂંટણી જાહેર કરાઈ છે. ત્યારે બાયડ બેઠક ઉપર ચૂંટણી જાહેર કરાતાં મતદારો તેમજ કાર્યકરોમાં પુનઃ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાજપમાંથી ધવલસિંહ ઝાલાની ટિકિટ ફાઈનલ હોવાનું અને ગમે તે ઘડીએ ઉમેદવારી ફોર્મ ભરી શકે છે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી મહેન્દ્રસિંહ વાઘેલા, માનવેન્દ્રસિંહ સોલંકી તેમજ જશુભાઈ પટેલના નામો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
કોંગ્રેસ બાયડ વિધાનસભા બેઠક જાળવી રાખવા કમરકસી છે કોંગ્રેસે યુવા મતદારોને ધ્યાને રાખી એન.એસ.યુ.આઈ ટીમને વિશેષ જવાબદારી સોંપી છે એન.એસ.યુ.આઈના નીતિરાજસિંહ પુવાર અને પીનલ લાખાણીને બાયડ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરતા બંને વિદ્યાર્થી શાખાના નેતાઓએ યુવાનો સાથે બેઠક યોજી રહ્યા છે.
Facebook
0
Twitter
0