બાલાશિનોરમાં દારૂલ ઉલૂમ અંજુમને દરિયાઈમાં કોવિડ-૧૯ સેન્ટરનું ઉદ્‌ઘાટન કરાયું

બાલાસિનોર, તા.૨૯
આજરોજ બાલાસિનોર શહેર કાલુપુર વિસ્તારમાં “દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈ”માં દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈ કમિટી તથા અન્ય સામાજીક કાર્યકર્તાઓનાં સહયોગથી સરકાર માન્ય કોવિડ-૧૯ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં હાલ ૪૦ બેડ દર્દીઓ માટે મંજુર કરવામાં આવ્યા હતા. કોવિડ-૧૯ સેન્ટરનું ઉદઘાટન મૌલાના મુફ્તી જુનૈદ એહમદ મીસ્બાહી સાહબ, પ્રાંત ઓફીસર બાલાસિનોર શહેર, તાલુકા હેલ્થ ઓફીસર પરમાર, ચીફ ઓફીસર નગરપાલીકા બાલાસિનોર શહેર તથા સૈયદ ઝુલ્ફીકારઅલી (લાલુ સૈયદ)નાં હસ્તે કરવામાં આવ્યું હતું. જેમા મુખ્ય મહેમાન તરીકે પ્રાંત ઓફીસર બાલાસિનોર શહેર, તાલુકા હેલ્થ ઓફીસર પરમાર, ચીફ ઓફીસર સાહેબ નગરપાલીકા બાલાસિનોર શહેર તથા મૌલાના મુફ્તી જુનૈદ મીસ્બાહી સાહબ, ડો. અબ્દુલ મજીત જુબેલીવાળા હાજર રહ્યાં હતા. તે ઉપરાંત દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈ કમિટીના તમામ હોદ્દેદારો, શહેર બાલાસિનોરની મસ્જીદોનાં ઈમામ સાહેબ, શહેર બાલાસિનોરના મુસ્લીમ ડૉક્ટર્સ તથા મુસ્લીમ સમાજનાં આગેવાનોઅને સમાજીક કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. તાલુકા હેલ્થ ઓફીસરનાં જણાવ્યાં અનુસાર તારીખ ૩૧/૦૮/૨૦૨૦, સોમવારથી સરકાર માન્ય કોવિડ-૧૯ સેન્ટરની શરૂઆત થશે જેમાં શહેર બાલાસિનોર તથા આસપાસના ગ્રામિણ વિસ્તારનાં લોકોને તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. દર્દીને રીફર કરવામાં આવશે તથા જરૂરિયાત મુજબ ડૉક્ટર્સ અને અન્ય સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks