(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.પ
બાવળાના નળસરોવર રોડ પરના રાણિયાપુરા (હસનનગર) ગામના ખેતર (સીમ)માં ડી.વાય.એસ.પી. સ્ટેટ મોનિટરીંગ સેલના જ્યોતીબેન પટેલની બાતમીના આધારે તેમના પોલીસ સ્ટાફ સાથે રેડ પાડી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે હિમાચલ પ્રદેશનો રહેવાસી રાજપૂત રાજેશ કુમાર કતાર સંગની ધરપકડ કરી હતી. પોલીસે સઘન બાતમીને આધારે રણિયાપુરા ગામમાં રેડ પાડી હતી. અહીં ગામની સીમમાં ખૂલ્લામાં જ દારૂનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને બીયરની અલગ-અલગ બ્રાન્ડની ૧૫૩૪ પેટી (૪ર, ૪૦૬ નંગ) બોટલ અને ટીન જેની કિંમત ૬,૬૪,૩૦૦ તથા એક ભારત બેન્જની ટ્રક જેની કિંમત ૧૦ લાખ તથા બોલેરો પીકઅપ વાન જેની કિંમત ૩ લાખ તથા આઇ ટવેન્ટી કાર જેની કિંમત ૫ લાખ મોબાઇલ નંગ ચાર ૨.૦૦૦ તથા રોકડા ૬પ૦ રૂપિયા કબજે કરી કુલ ૭૮.૬૬,૩૦૦ના મુદામાલ સાથે એક વ્યક્તીની ધરપકડ કરી હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.