જિલ્લા શિક્ષણ અધિકારીની મદદથી પોલીસ દ્વારા ઘટનાની તપાસનો પ્રારંભ, પરંતુ આવું ક્યાં સુધી યુપીમાં ચાલ્યા કરશે; સવાલ છે મુસ્લિમ વિદ્યાર્થીઓના માનવ અધિકારનો
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ મુસ્લિમ વિરોધી હવામાન ઉભું કરીને શક્ય તેટલી હદે મુસ્લિમોના તમામ વર્ગને અને ખાસ કરીને વિદ્યાર્થીઓ વર્ગને હેરાન પરેશાન એક યા બીજા કારણે કરવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે પરંતુ તેના પર રોક મુકવાનું રાજ્ય કે કેન્દ્ર સરકારને સૂઝતું નથી આવી ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો છે બિજનૌરની ઘટના છે. બિજનૌરમાં આવેલી એક ઇન્ટર કોલેજમાંથી મુસ્લિમ વિદ્યાર્થીનીઓને એવા કારણોસર બહાર કાઢી મૂકવામાં આવી હતી કેમકે એમણે માથા પર દુપટ્ટો ધારણ કર્યો હતો. માથું ઢાંકવા માટે દુપટ્ટા માથા પર વીત્યા હોવાથી સ્કૂલ સંચાલકોને ગમ્યું નહોતું અને હિજાબનું નામ આપીને અને ખોટા બહારના આગળ ધરી નિયમોનો હવાલો દઈને આ વિદ્યાર્થીનીઓને ક્લાસ માંથી બહાર કાઢી મૂકવામાં આવી હોવાનું વિદ્યાર્થીનીઓએ પોલીસને જણાવ્યું હતું. આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ ફરી એકવાર યુપી સરકારના ચાલચલગત અને મુસ્લિમ વિરોધી વલણનો એક વધુ ચમકાવી દેનારો દાખલો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીઓએ પોલીસ સમક્ષ એવું જણાવ્યું હતું કે અમે દરરોજ કોલેજ પર દુપટ્ટો ધારણ કરીને જતી હતી પરંતુ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા હિજાબ પહેરીને કેમ આવો છો એવું કહીને એક દિવસ અમને કોલેજની બહાર કાઢી મૂકવામાં આવી હતી અને કહ્યું હતું કે આવી રીતે માથું ઢાંકીને આવવાનું નથી. વિદ્યાર્થીનીઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે માથું ખુલ્લું રાખીને આવવાનું છે માત્ર ગળામાં એક પટ્ટો રાખવાનો છે અને બે ચોટી રાખીને આવવાનું છે આવી રીતે માથા પર દુપટ્ટો પણ નહીં ચાલે કેમકે એ હિજાબના નિયમમાં આવે છે મુસ્લિમ વિદ્યાર્થીનીઓ માટે આ હુકમ ખૂબ ધરાવી દેનારો અને ગભરાવી દેનારો હતો આથી પોલીસને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીની મદદ થી પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે પરંતુ કોઈ પગલા હજુ સુધી લેવામાં આવ્યા નથી આ ઘટનાથી યુપીનું પ્રશાસન કઈ દિશામાં જઈ રહ્યું છે અને સંસ્કારની વાતો કરી રહેલી આ સરકાર મુસ્લિમ વિદ્યાર્થીનીઓ આબરૂભેર શાળા અને કોલેજ પર આવે એ પણ કઈ રીતે સહન કરી શકતી નથી તેનો આ એક વધુ ચિંતામાં મૂકી દેતો દાખલો છે કોલેજના આચાર્ય દ્વારા એવો પણ ફત્વો બહાર પાડવામાં આવ્યો હતો કે તમારે આવી રીતે માથું ઢાંકીને આવવું હોય તો કાલે કોલેજ નહીં આવવાનું નવા એ છે કે પ્રાર્થનામાં એમને હાજર રાખવા દેવામાં આવી હતી પણ પ્રાર્થના પછી પ્રિન્સિપાલને એવું લાગ્યું કે નિયમનો ભંગ થાય છે આ હદ બહારની તાનાશાહી છે મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસમાં ચિત્ત પરોવી ન શકે અને શાળા કોલેજમાં આવતા બંધ થઈ જાય અને અભ્યાસથી વંચિત થઈ જાય એવા કારચા ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી રહ્યા છે જેના વિશે મુસ્લિમ આગેવાનોએ આગળ આવીને હવે કંઈક કરવું જોઈએ એવી મુસ્લિમ સમાજની લાગણી છે.