બિનવારસી હાલતમાં બોલેરો જીપ મળી આવી : જલગાંવની હોવાનું બહાર આવ્યું

વડોદરા, તા.૧૭
૧૪મી જાન્યુઆરીએ બોલેરો જીપની મદદથી તસ્કર ટોળકીએ એક જ રાતમાં ૬ એટીએમ તોડી રૂા.૩૧ લાખની મત્તાની ચોરી કરી હતી. આ બનાવમાં મંગળવારની રાત્રે દરજીપુરા આરટીઓ પાસેથી બિનવારસી મળી આવેલી કારનો ઉપયોગ તસ્કરોએ મહારાષ્ટ્રના જલગાંવમાં ત્રણ એટીએમ ચોરીમાં કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
વડોદરા શહેર પોલીસની ઉંઘ ઉડાવી દેનાર તસ્કર ટોળકીને ઝડપી પાડવા પોલીસ કામે લાગી છે. જો કે બનાવના ત્રણ દિવસ બાદ પણ પોલીસને કોઇ ચોક્કસ માહિતી હાથ લાગી નથી.
ગઇકાલે દરજીપુરા પાસે મળી આવેલી બિનવારસી બોલેરો જીપની તપાસ કરતા તે જલગાંવની હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે નંબર પ્લેટની ચેકિંગ કરતા નંબર પ્લેટ પંચમહાલના ગોધરાની એક બાઇકની હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસની ઘનિષ્ઠ તપાસમાં તસ્કરોએ ૧૪મી તારીખે જે રીતે વડોદરામાં ૬ એટીએમને તોડી ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. તેવી જ રીતે મહારાષ્ટ્રના જલગાંવમાં એટીએમ મશીનમાં રોકડની ચોરી કરી હતી.
તસ્કરો ગત ૧૩મી તારીખે જલગાંવના ત્રણ એટીએમ સેન્ટરમાં ચોરી કરી હતી અને બીજા દિવસે વડોદરામાં ૬ એટીએમ સેન્ટરોને નિશાને લીધા હતા.બનાવમાં ગુનામાં ઉપયોગમાં લેવાયેલી જીપ મળી આવતા પોલીસે હવે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક સાંધી વધુ તપાસ આગળ ધપાવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks