‘બિનસાંપ્રદાયિકતાની વિરુદ્ધ’ : અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તરપ્રદેશ મદ્રેસા એજ્યુકેશન એક્ટ, ૨૦૦૪ને ‘ગેરબંધારણીય’ જાહેર કર્યો

કોર્ટે રાજ્યને આદેશ આપ્યો છે કે, તે સુનિશ્ચિત કરે કે ધાર્મિક શિક્ષણમાં ભાગ
લેતા વિદ્યાર્થીઓને ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં સમાવવામાં આવે

કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ ગંગોપાધ્યાય બાદ હવે કોણ ન્યાયાધીશ ક્યાંથી ચૂંટણી લડશે તે કહી શકાય નહીં !

(એજન્સી) તા.૨૨
અલ્હાબાદ હાઇકોર્ટે બધા માટે સમાન શિક્ષણ તરફના એક મહત્ત્વપૂર્ણ પગલામાં ૨૨ માર્ચે ઉત્તરપ્રદેશ બોર્ડ ઓફ મદ્રેસા એજ્યુકેશન એક્ટ ૨૦૦૪ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. તેને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવતા કોર્ટે કહ્યું કે, મદ્રેસા શિક્ષણ બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે અને રાજ્યએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ધાર્મિક ઉપદેશોમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં સમાવવામાં આવે. જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચે આ કાયદાને અલ્ટ્રા વાઈરસ ગણાવ્યો હતો અને યુપી સરકારને બાળકોને મદ્રેસામાંથી ઔપચારિક શિક્ષણ બોર્ડમાં શિફ્ટ કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકારે રાજ્યમાં ઇસ્લામિક શિક્ષણ સંસ્થાઓ પર એક સર્વે હાથ ધરવાનું નક્કી કર્યાના મહિનાઓ બાદ આ ચુકાદો આવ્યો છે અને સરકારે ઓકટોબર ૨૦૨૩માં વિદેશમાંથી મદ્રેસાઓના ભંડોળની તપાસ માટે જીૈં્‌ની રચના પણ કરી હતી. નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં ૨૫,૦૦૦થી વધુ મદ્રેસા છે, જેમાંથી આશરે ૧૬,૫૦૦ મદ્રેસા શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત છે. અંશુમાનસિંહ રાઠોડે અલ્હાબાદ હાઇકોર્ટમાં યુપી મદ્રેસા બોર્ડના ભંડોળ અને સંચાલનને પડકારતી રિટ પિટિશન દાખલ કરી હતી તેમજ મદ્રેસામાં લઘુમતી કલ્યાણ વિભાગની ભૂમિકા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ અરજીના પગલે ડિવિઝન બેન્ચે ડિસેમ્બર ૨૦૨૩માં સંભવિત મનસ્વીતા વિશે તેની ચિંતાઓ વ્યક્ત કરી અને શૈક્ષણિક સંસ્થાઓના વહીવટમાં પારદર્શિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આવા નિર્ણયો સમાન તક અને બિનસાંપ્રદાયિક શાસનના સિદ્ધાંતો સાથે સુસંગત છે કે કેમ તેની નોંધ લીધી હતી. આ વર્ષના ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ભારત-નેપાળ સરહદી વિસ્તારોમાં ૧૫૦૦ બિન-નોંધાયેલ મદ્રેસાઓ માટે ભંડોળના સ્ત્રોતને શોધી કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ગયા વર્ષના ઓકટોબરમાં રાજ્ય સરકારના સર્વેક્ષણમાં રાજ્યમાં ૭૫૦૦ બિન-નોંધાયેલ મદ્રેસાઓનું અસ્તિત્વ સામે આવ્યું હતું. તે જ વર્ષે ૧ સપ્ટેમ્બરના રોજ, ઉત્તરપ્રદેશ સરકારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ, અભ્યાસક્રમ અને બિન-સરકારી સંસ્થાઓ સાથેના કોઈપણ જોડાણ જેવી વિગતોની માહિતી એકત્ર કરવા માટે માન્યતા વિનાના મદ્રેસાઓનું સર્વેક્ષણ કરવાનો તેનો ઈરાદો જાહેર કર્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં યોગીની આગેવાની હેઠળની સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને બિન-માન્યતા મદ્રેસાઓનો સર્વે કરવા સૂચના આપી હતી. આ બે મહિનાના સર્વેક્ષણમાં ૮૪૪૯ મદ્રેસાઓનો પર્દાફાશ થયો જે રાજ્ય મદરેસા શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. નેપાળ સરહદ નજીક લખીમપુર ખીરી, પીલીભીત, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર અને બહરાઇચથી આગળ, ૧૦૦૦થી વધુ મદ્રેસાઓ અન્ય નજીકના વિસ્તારોમાં કાર્યરત છે. સૂત્રોએ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રદેશોમાં મદ્રેસાઓની સંખ્યામાં ઝડપી વધારો દર્શાવ્યો છે. વધુમાં આ મદ્રેસાઓ વિદેશી ભંડોળ મેળવતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. રાજ્યમાં ૧૬,૫૧૩ માન્ય મદ્રેસા છે, જેમાંથી ૫૬૦ સરકાર તરફથી અનુદાન મેળવે છે. રાજ્યના અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે, આ નિર્ણય રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ અને વિદેશી દાન દ્વારા કરવામાં આવતા બળજબરીથી ધર્માંતરણની ચિંતાને કારણે લેવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts