(એજન્સી) મુઝફ્ફરપુર, તા.ર૩
સરકારી આશ્રય કેન્દ્ર જ્યાં ૪૦ બાળકીઓ પર કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તે મકાનની આસપાસ પોલીસની ટુકડીને જમીન ખોદકામ હાથ ધર્યું હતું. આ આશ્રય કેન્દ્રમાંથી મુક્ત કરાયેલ એક બાળકીએ દાવો કર્યો હતો કે તેઓમાંની એક બાળકીની ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આ તપાસ અભિયાન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ર૧ બાળકીઓની તબીબકી તપાસ બાદ ડૉક્ટરોએ પુષ્ટિ કરી છે કે તેમાંની ૧૬ બાળકીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાળકીઓની તપાસના પરિણામો હજુ આવ્યા નથી. આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્રના એક અધિકારીની સરકારી આશ્રય ગૃહમાં જાતિય સતામણી અંગે ધરપકડ કરવામાં આવી છે તેમજ આશ્રયસ્થાનને સીલ કરાયું છે. તેજસ્વી યાદવે આ મામલે નીતિશ કુમારની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો
Facebook
0
Twitter
0