બિહારના વૈશાલીમાં લગ્નની ઓફર ઠુકરાવતાં મુસ્લિમ યુવતીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારાઇ

૩૦મી ઓક્ટોબરના રોજ ઇદે-મિલાદના દિવસે ગુલનાઝનું અપહરણ કરાયું હતું

મરણોત્તર નિવેદનમાં ગુલનાઝે સતીશ, તેનો પિતા અને પિતરાઇ ભાઇ ચંદનનું
નામ લીધું, ઘટનાના ૧૫ દિવસ બાદ ગુલનાઝે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધાં

લગ્ન કરવા માટે દબાણ કરનારા સતીશે ગુલનાઝને કચરાપેટીમાં નાખી કેરોસીન છાંટી ક્રૂર રીતે સળગાવી દીધી, ગંભીર રીતે દાઝેલી ગુલનાઝનો વીડિયો વાયરલ થતા તેને ન્યાય અપાવવા સોશિયલ મીડિયા પર અભિયાન છેડાયું

બિહારમાં ચૂંટણી હોવાથી નીતિશ સરકારે ઘટના પર પડદો નાખ્યો, ગુલનાઝના પરિવારનો આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી દફનવિધિ કરવાનો ઇન્કાર, પોલીસ હજુ પણ અંધારમાં ફીફાં ખાંડી રહી છે

(એજન્સી) પટના, તા. ૧૮
બિહારના વૈશાલી જિલ્લામાં રહેતી ૨૦ વર્ષની ગુલનાઝ ખાતૂનનું હિંદુ યુવકો દ્વારા અપહરણ કરાયા બાદ તેને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવાની ચકચારી ઘટના સામે આવી છે. ૩૦મી ઓક્ટોબરના રોજ ઇદે-મિલાદના દિવસે ગુલનાઝનું અપહરણ કરાયું હતું અને તેને અજાણ્યા સ્થળે લઇ જઇને જીવતી સળગાવી દીધી હતી. ૭૫ ટકા બળી ગયા બાદ તેને પટનાની મેડીકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી જોકે, ૧૫ દિવસની સારવાર બાદ ગુલનાઝે અંતિમ શ્વાસ લીધા હતા. પીડિત પરિવાર અનુસાર ગુલનાઝે સતીશ રાય સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સતીશ તેને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. ગુલનાઝના પોતાના પરિવારની મરજી અનુસાર ચાર મહિનામાં જ લગ્નથવાનાહતા. પોતાના મરણોત્તર નિવેદનમાં ગુલનાઝે સતીશ અને તેના પિતા વિનય તથા પિતરાઇ ભાઇ ચંદનના નામ લીધા હતા. પીડિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે, સતીશે તેને સળગાવી હતી અને વિનય તથા ચંદને તેને સળગાવવામાં મદદ કરી હતી. યુવતીની માતએ આરોપ લગાવ્યો છે કે, અપરાધના એક દિવસ પહેલા સતીશે તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી અને ૩૦મી ઓક્ટોબરની સાંજે તેના ઘરની બહાર કચરા પેટીમાં તેનેે નાખીને સળગાવી દીધી હતી. બીજી તરફ વૈશાલી જિલ્લાના પોલીસ અધિક્ષક ગૌરવ મંગલાએ કહ્યું છે કે, આરોપીઓ નાસતા ફરે છે અને તેને પકડવા માટે પોલીસની ત્રણ ટીમો બનાવાઇ છે. જો આરોપીઓ ત્રણ દિવસની અંદર આત્મસમર્પણ નહીં કરે તો પોલીસ તેમની સંપત્તિઓ જપ્ત કરી લેશે. દરમિાયન પીડિયાના પરિવારે તેનો મૃતદેહ દફનાવવાનો ઇન્કાર કર્યો છે જેમાં આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરવામાં આવી છે. આ ઘટનાથી સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ ફેલાયો છે. ટિ્‌વટર પર જસ્ટિસ ફોર ગુલનાઝ ટ્રેન્ટ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો પીડિતાના પરિવારને ન્યાયની માગણી કરી રહ્યા છે. આ ઉપરાંત ફિલ્મી સીતારાઓ દ્વારા પણ ગુલનાઝ માટે ન્યાયની માગણી કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts