આ સર્વે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને બહાર પાડવામાં આવ્યો હતો જેમાં એ પણ જાણવા મળ્યું છે કે બિહારમાં ૨૭.૪%થી વધુ દલિત મતદારોને ચૂંટણી પંચમાં ‘વિશ્વાસ નથી’
(એજન્સી) તા.૨૧
રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલા બહાર પાડવામાં આવેલા એક નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે બિહારમાં ૨૭.૪%થી વધુ દલિત મતદારોને ભારતીય ચૂંટણી પંચ (ECI) પર ‘વિશ્વાસ નથી’. તે એ પણ દર્શાવે છે કે રાજ્યમાં ૫૮%થી વધુ અનુસૂચિત જાતિ (SC) મતદારો માનતા હતા કે આગામી ચૂંટણીઓમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. NACDAORના અધ્યક્ષ અશોક ભારતીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ સર્વે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી એસોસિએશન (NACDAOR) દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને બહાર પાડવામાં આવ્યો હતો, જે દેશભરના સેંકડો સંગઠનોનું સંગઠન છે. તેમાં રાજ્યભરના કુલ ૧૮,૫૮૧ જીઝ્ર મતદારોને આવરી લેવામાં આવ્યા હતા અને ૧૦ જૂનથી ૪ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્યા હતા. ૨૦૨૨ના બિહાર જાતિ સર્વેક્ષણમાં રાજ્યની વસ્તીના ૧૯.૬૫% લોકો અનુસૂચિત જાતિના હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી પંચે સર્વેક્ષણ દરમિયાન યાદીઓનું ખાસ સઘન પુનરાવર્તન (જીૈંઇ) શરૂ કર્યુંહોવાથી,સર્વેક્ષણમાં એક પ્રશ્ન મધ્યમાં મૂકવામાં આવ્યો હતો, જેના માટે ફક્ત ૮,૫૦૦ જવાબો જ એકત્રિત થઈ શક્યા હતા.મત ગુમાવવાનો ડર‘શું તમને નવી મતદાર યાદીમાં તમારો મત ગુમાવવાનો ડર છે ?’ પ્રશ્નના જવાબમાં, ૭૧%થી વધુ ઉત્તરદાતાઓએ હા અને ૨૩.૪%એના કહ્યું જ્યારે ૫%થી વધુ લોકોએ કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો. ચૂંટણી પંચ કહે છે કે બિહારમાં લગભગ ૩૨ લાખ મતદારોએ હજુ સુધી ગણતરી ફોર્મ સબમિટ કર્યા નથી. શું તેઓ ચૂંટણી પંચ પર નિષ્પક્ષ રહેવાનો વિશ્વાસ કરે છે કે કેમ તે સામાન્ય પ્રશ્ન પર, ૨૭%થી વધુ લોકોએ ના કહ્યું, લગભગ ૫૧%એ હા કહ્યું અને ૨૧%એ કહ્યું કે, તેમને ખબર નથી. આ સર્વેમાં કુલ ૧૧ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમ કે, ‘રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે તેમના મનપસંદ રાજકીય નેતા કોણ છે’, ‘મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્ત્વ હેઠળ રાજ્ય સરકારનું કાર્ય કેવું છે’ અને ‘હવે હાથ ધરવામાં આવનાર જાતિ ગણતરી માટે તેઓ કોને સૌથી વધુ જવાબદાર માને છે’. તેમાં જાણવા મળ્યું છે કે ૪૭.૫%થી વધુ ઉત્તરદાતાઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે તેમના પ્રિય નેતા છે, ૪૦.૩% લોકોએ કહ્યું કે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને લગભગ ૧૨% લોકોએ અન્ય રાજકારણીઓણે પસંદ કર્યા હતા.જાતિ વસ્તી ગણતરી માટે શ્રેયતેમાં વધુમાં જણાવાયું છે કે, ‘જાતિ વસ્તી ગણતરી માટે તેઓ કોને શ્રેય આપે છે ?’ પ્રશ્નના જવાબમાં, ૩૩.૧૫% ઉત્તરદાતાઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી, ૩૦.૮૧% લોકોએ કહ્યું કે, રાહુલ ગાંધી અને ૨૭.૫૭% લોકોએ કહ્યું કે, બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ જ્યારે લગભગ ૮% લોકોએ અન્ય રાજકારણીઓના નામ આપ્યા. વધુમાં, સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે લગભગ ૪૮% લોકોએ નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકારનું કામ ‘ખરાબ’ હોવાનું કહ્યું હતું, જ્યારે લગભગ ૪૫% લોકોએ તેને સારૂં કહ્યું હતું.
]]>