બિહાર હિંસા પછી નીતિશકુમારનો ભાજપને આકરો સંદેશ – મારી પાસે અપેક્ષા રાખશો નહીં

(એજન્સી) પટણા, તા.પ
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કોમી હિંસાને ડામી દેવા ભાજપના નેતા અરીજીત શાશ્વતને જેલમાં મોકલી આપી ભાજપને કડક સંદેશો આપ્યો હતો.
નીતિશકુમારે કહ્યું કે, તેઓએ ભ્રષ્ટાચારના મુદ્દે તેજસ્વી યાદવ સાથે ગઠબંધન તોડી નાંખ્યું હતું. તેઓ જેમ ભ્રષ્ટાચાર સાથે સમજૂતી કરતા નથી તેમ કોમવાદ સાથે પણ કોઈ સમજૂતી નહીં કરે. આ સંદેશ તેમણે ભાજપને આપ્યો હતો. જે બિહારમાં ગઠબંધન સરકારમાં સામેલ છે.
ભાજપે બિહારમાં પાંચ જિલ્લાઓમાં કોમી હિંસાને ફેલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. નીતિશકુમારની સરકારે અંતે કોમી હિંસામાં સામેલ ભાજપના સાંંસદ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેના પુત્ર અરીજીત શાશ્વતની ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી આપ્યો હતો. જદયુના નેતાઓએ કહ્યું કે, મુખ્યમંત્રી તેમના વચનને રહ્યા.
બિહારમાં દારૂ બંધીના બે વર્ષની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉપરોકત શબ્દો ઉચ્ચારી ભાજપ આડકતરો સંકેત આપ્યો હતો કે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ સમજૂતી નહીં કરે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks