બીસીએમાં એમ.એસ. યુનિ.ને પ્રતિનિધિત્વ આપવા મુદ્દે ક્રિકેટ મેદાન પર બીસીએના લખાણ ઉપર કાળી સહી લગાવી વિરોધ કરાયો

 

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨
બરોડા ક્રિકેટ એસોસિએશનમા એમ.એસ. યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનું નામ મોકલવામાં આવ્યું હતું. તેનો સ્વીકાર નહીં કરતા આજે વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટી ખાતે આવેલા બીસીએના ગ્રાઉન્ડ પર મૂકેલી કેબીન પર લખેલા નામ અને સિમ્બોલ પર પર કાળી સહી લગાવી વિરોધ કર્યો હતો.
સર સયાજીરાવ ગાયકવાડની દેન એવી બીસીએના વહીવટકર્તાઓ દ્વારા સાથે એમએસ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે સિન્ડિકેટ સભ્ય મયંક પટેલના સભ્ય પદનો અસ્વીકાર કરાતા ઓલ ગુજરાત સ્ટુડન્ટ્‌સ યુનિયન સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિરોધકર્તા ઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યુનિવર્સિટી અને બીસીએ બન્ને પર વડોદરાની જનતાનો અધિકાર છે. બીસીએ કોઈ ખાનગી પેઢી નથી. ગાયકવાડ પરિવાર દ્વારા યુનિવર્સિટીને સ્થાપના સમયે સભ્ય પદ આપવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓના હિત માટે અપાયું હતું. જો બીસીએમાં યુનિવર્સિટીને સ્થાન આપવામાં નહી આવે તો યુનિવર્સિટીમાં આવેલ ડીએન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આપવામાં નહી આવે. દરમ્યાન આજે બીસીએના વહીવટકર્તાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી જી.એસ છય્જીેં સંગઠન અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ડી એન હોલ ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું અને ક્રિકેટ મેદાન પર બીસીએના લખાણ પર કાલિક લગાડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
બરોડા ક્રિકેટ એસોસિએશનમા એમ એસ યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ આપવા માટે મોકલાયેલા સિન્ડિકેટ સભ્યના સભ્યપદનો સ્વીકાર નહીં કરતા આજે વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટી ખાતે આવેલા બીસીએના ગ્રાઉન્ડ પર મૂકેલી કેબીન પર લખેલા નામ અને સિમ્બોલ પર પર કાળી સહી લગાવી વિરોધ કર્યો હતો. તે વેળાની તસ્વીર
(તસ્વીર : અતિક શેખ, વડોદરા બ્યુરો)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks