(એજન્સી) મૈસુર, તા.૧૪
રામદાસ પરિવાર દ્વારા શ્રી રામ મંદિર બનાવવાનો વિરોધ કર્યા પછી, દલિત સંગઠનોના એક વર્ગે હરોહલ્લી ગામમાં દક્ષિણ ભારતના બુદ્ધ ગયાના નિર્માણની જાહેરાત કરી છે. આ તે સ્થાન છે જ્યાંથી અયોધ્યા રામ મંદિરમાં સ્થાપિત રામ લલ્લા મૂર્તિ માટે કૃષ્ણ શિલા પસંદ કરવામાં આવી હતી. પત્રકારો સાથે વાત કરતા, પૂર્વ મેયર કે પુરૂષોત્તમે માહિતી આપી કે, પીપળાના ઝાડનો રોપા વાવીને પ્રસ્તાવિત સ્મારકનો પાયો નાખવામાં આવશે.તેમણે કહ્યું, આ કાર્યક્રમ ૨,૫૬૯મી બુદ્ધ પૂર્ણિમાના અવસરે યોજાશે. તેમણે કહ્યું કે, “આપણા સમાજને માર્ગદર્શન આપવા માટે રામદાસ પરિવાર સહિત સ્થાનિક દલિત નેતાઓ દ્વારા દાનમાં આપવામાં આવેલી જમીન પર બુદ્ધ અને આંબેડકર સ્મારક બનાવવામાં આવશે.”
Facebook
0
Twitter
0