(એજન્સી) તા.૨૯
ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં દલિત અને યાદવ સમાજ સામસામે આવી ગયા. હકીકતમાં, અહીંના એક ગામમાં યાદવ સમાજે ગામની બહાર ‘યદુવંશી ગામ’નું બોર્ડ લગાવતા ભારે વિવાદ થયો હતો.ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગામમાં જાતિ સંબંધિત બોર્ડ લગાવવાને લઈને દલિત અને યાદવ સમાજ સામસામે આવી ગયા. બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ. પોલીસે વિવાદનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો અને બોર્ડ હટાવી દીધું, જેની સામે યાદવ સમાજે પંચાયત યોજી. દલિત સમુદાયે પણ આનો વિરોધ કર્યો. આ પછી, પોલીસે પંચાયત યોજનારા યાદવ સમાજના લોકો સામે કાર્યવાહી કરી.યાદવ સમુદાયે ગામના પ્રવેશદ્વાર પર બોર્ડ લગાવ્યું હતુંઆ સમગ્ર મામલો બુલંદશહેરના સિકંદરાબાદ કોતવાલી વિસ્તારના જુનૈદપુર ગામનો પ્રકાશમાં આવ્યો છે. અહીં યાદવ સમુદાયે ગામના દરવાજા પર યદુવંશી ગામનું બોર્ડ લગાવ્યું હતું. દલિત સમુદાયે આ બોર્ડનો વિરોધ કર્યો હતો. બોર્ડને લઈને બંને પક્ષો વચ્ચે તણાવ હતો.દલિત સમુદાયે કહ્યું કે આ બોર્ડ તેમના જીવન અને સંપત્તિ માટે ખતરો છે. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. તણાવ જોઈને પોલીસે બોર્ડ હટાવી દીધું. યાદવ સમુદાય આના પર ગુસ્સે થયો અને પંચાયતની જાહેરાત કરી.પોલીસે પંચાયત રાખનારા લોકો સામે કાર્યવાહી કરીપ્રશાસને પંચાયતને મંજૂરી આપી ન હતી. પરંતુ વહીવટીતંત્રના પ્રતિબંધ છતાં, સમાજવાદી પાર્ટીના ઘણા કાર્યકરો અને યાદવ સમુદાય સાથે સંકળાયેલા ઘણા ગામોના લોકોએ પંચાયત યોજી અને ફરીથી બોર્ડ લગાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન આહીર રેજિમેન્ટના રાષ્ટ્રીય પ્રમુખ પણ હાજર હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને એક ડઝનથી વધુ લોકોની અટકાયત કરી અને કેસ નોંધવામાં આવ્યો. આ ઘટના અંગે તણાવ છે.દલિત પક્ષનું કહેવું છે કે આ ગામમાં ફક્ત ૩૫ ટકા લોકો યાદવ સમુદાયના છે. આવી સ્થિતિમાં, યદુંશી ગામ અને આહીર રેજિમેન્ટનું બોર્ડ લગાવવા સામે વાંધો છે. ૧૪થી ૧૫ ગામના લોકો અહીં સભા કરવા માટે આવ્યા હતા. પોલીસે કાર્યવાહી કરી છે.પોલીસે શું કહ્યું ?આ સમગ્ર મામલે શંકર પ્રસાદ (એસપી સિટી)એ કહ્યું કે, કોઈપણ પક્ષને તકલીફ ન આપવી જોઈએ. આ અમારો પ્રયાસ છે. કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.