બેંગ્લુરૂ રમખાણોનું કવરેજ : કન્નડ સમાચાર માધ્યમોની ભૂમિકા તપાસના દાયરામાં

(એજન્સી)                તા.૨૬

ચિંતાતુર કર્મશીલો, માતા-પિતા, વકીલો અને શિક્ષણવિદોના બનેલા સમૂહ ‘કેમ્પેન અગેન્સ્ટ હેટ સ્પીચ’ દ્વારા કર્ણાટક રાજ્ય લઘુમતી આયોગને પત્ર લખીને તાજેતરના બેંગ્લુરુ રમખાણોના ઉશ્કેરણીજનક કવરેજ પર ધ્યાન દોર્યું છે કે જેના કારણે વધુ નફરત ભડકી ઊઠી હતી અને હિંસાને પણ ઉશ્કેરી હતી.             પોતાના ફરિયાદ પત્રમાં આ ગ્રુપે જણાવ્યું છે કે મીડિયાએ જે બે જવાબદારીથી બેંગ્લુરુના રમખાણોનું કવરેજ કર્યુ છે તે અક્ષમ્ય છે. તેમણે શારીરિક હિંસા, વાહનોની આગચંપી, પોલીસની પ્રતિક્રિયાના ભડકાઉ વિઝ્‌યુલ સાથે આ સમગ્ર ઘટના અંગે તીવ્ર બેકગ્રાઉન્ડ મ્યુઝીક સાથે સનસનીખેજ રિપોર્ટીંગ કર્યુ હતું. પત્રમાં વધુમાં જણાવાયું છે કે આ પ્રોગ્રામની હેડ લાઇન બેંગ્લોર ભડકે બળે છે. તેમની ધરપકડ થવી જોઇએ અને તેમની ભાષામાં જ તેમને પાઠ ભણાવવો જોઇએ એવા ઉશ્કેરણીજનક હેડિંગ્ઝનો ઉપયોગ કર્યો હતો. ‘અહીં તેઓ એટલે મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરે છે’. આ માટે તેમણે ટીવી નાઇન અને સુવર્ણ ન્યૂઝના રિપોર્ટીંગના ઉદાહરણો આપ્યાં છે. મોટા ભાગના કવરેજમાં મુસ્લિમ વિરોધી પૂર્વગ્રહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. પત્રમાં ત્યાર બાદ ટ્‌વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભડકાઉ ભાષણના ઉદાહરણો ટાંકવામાં આવ્યાં છે. આથી આ ગ્રુપે કર્ણાટક રાજ્ય લઘુમતી આયોગને કર્ણાટક સ્ટેટ માઇનોરિટીઝ કમિશન એક્ટ ૨૦૦૦ની કલમ-૯ પ્રમાણે પોતાની ફરજ અદા કરીને જરૂરી કાર્યવાહી કરે. આમ બેંગ્લુરુ રમખાણોના કવરેજમાં કન્નડ ન્યુઝ મીડિયા તપાસના દાયરામાં આવેલ છે. ભડકાઉ ભાષણ વિરોધી ગ્રુપે રાજ્ય લઘુમતી આયોગને પત્ર લખીને દોષિત ચેનલ અને પ્રકાશન સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks