બેન-ગ્વિર દ્વારા બેડીઓમાં જકડાયેલા પેલેસ્ટીની કેદીને આપવામાં આવેલી ધમકી બાદ અટકાયતીઓ અંગે પગલાં લેવાની માંગ ઉઠી

 

(એજન્સી) તા.૨૯
ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગવિરનું પેલેસ્ટિનિયન કેદી હસન સલામેહના કોષ (જેલના રૂમ)માં જવું અને ત્યાં તેને મૃત્યુ તથા ફાંસીની ધમકી આપવી – આ ઘટનાએ સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિક્રિયાઓ જગાવી છે. સાથે જ, માત્ર અત્યાચારોની નિંદા કરવાને બદલે કેદીઓની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે વ્યવહારુ માર્ગો શોધવાની માંગ પણ ઉઠી છે. કાર્યકર ખાલિદ અલ-જુહાનીએ સલામેહને “જમીન અને અધિકારના માલિક” ગણાવ્યા અને તેમને યહ્યા અય્યાશ માટે “પ્રતિશોધની કાર્યવાહીના સૂત્રધાર” (એન્જિનિયર) તરીકે વર્ણવ્યા. ‘X’ (ટિ્‌વટર) પરની એક પોસ્ટમાં, અલ-જુહાનીએ કહ્યું કે બેન-ગવિરનું સલામેહને મૃત્યુની ધમકી આપવાનું કૃત્ય એવા સમયે થયું જ્યારે તેઓ એવા કેદીનો સામનો કરી રહ્યા હતા “જે જાણે છે કે તે મૃત્યુ પામશે”, પરંતુ જે – અલ-જુહાનીના મતે – એવું માને છે કે તેમણે એવા ઉમદા ઉદ્દેશ્ય માટે જીવન જીવ્યું અને કાર્ય કર્યું જેના માટે બલિદાન આપવું યોગ્ય હતું. લેખક અને રાજકીય વિશ્લેષક યાસેર અલ-ઝાત્રેહે કહ્યું કે બેન-ગવિર “બેડીઓમાં જકડાયેલા સલામેહ સામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમને હત્યા તથા ફાંસીની ધમકી આપી રહ્યા હતા”, જ્યારે બીજી તરફ કેદી આ ધમકીઓથી જરાય વિચલિત થયા વિના નિર્ભય જણાતા હતા. ‘ઠ’ પરની એક પોસ્ટમાં, અલ-ઝાત્રેહે જણાવ્યું હતું કે સલામેહને ૪૮ વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે તેમના ચહેરાના હાવભાવને આ પ્રશ્ન દ્વારા વ્યક્ત કરી શકાય છેઃ “અને શું અમે મૃત્યુથી ડરીએ છીએ, ઓ કાયર ગુનેગાર ?!” પત્રકાર ખાલિદ સાફીએ કહ્યું કે સલામેહનો સામનો કરતી વખતે બેન-ગવિર “ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે” જોવા મળ્યા હતા. તેમણે સલામેહને ૧૯૯૦ના દાયકામાં થયેલા હુમલાઓ સાથે સંકળાયેલા સૌથી અગ્રણી કેદીઓમાંના એક તરીકે વર્ણવ્યા હતા. ‘ઠ’ પરની એક પોસ્ટમાં, સાફીએ સલામેહને મારી નાખવાની અને ફાંસી આપવાની બેન-ગવિરની ધમકીઓને જેલની અંદર શક્તિ પ્રદર્શનના પ્રયાસ તરીકે વર્ણવી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલી મંત્રી કેદીઓના મુદ્દાનો ઉપયોગ તેમના રાજકીય અને ચૂંટણીલક્ષી પ્રચાર માટે કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks