‘‘બે કલાકની ફિલ્મ અંગે ચર્ચા થઇ શકે પરંતુ મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણ અને ન્યાય માટે નહીં’’

નવી દિલ્હી, તા. ૩૦
સેન્સર બોર્ડે શનિવારે સંજય લીલા ભણસાલીની ચર્ચિત ફિલ્મને લીલીજંડી આપી દીધી હતી. સેન્સર બોર્ડે ફિલ્ને યુ/એ સર્ટિફિકેટ સાથે પોતાની સ્વીકૃતિ આપી દીધી હતી. ફિલ્મ અંગે દેશભરમાં વ્યાપક હિંસા ફેલાઇ હતી જેને હવે સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. આ નિર્ણયને કારણે લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ગુસ્સે ભરાયા છે. ઓવૈસીએ સેન્સર બોર્ડના નિર્ણય સામે ટિ્‌વટ કરતા કહ્યું છે કે, બે કલાકની એક ફિલ્મ માટે સંગઠનો સાથે વાતચીત કરવામાં આવે છે પરંતુ જ્યારે મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણ અને ન્યાયની વાત આવે ત્યારે કોઇ વાતચીત નથી થતી ઉલ્ટાનું ક્રૂર બહુમતથી તૈયાર કરવામાં આવનારા દોષપુર્ણ અને મૌલિક અધિકારોના ઉલ્લંઘનવાળું બિલ છે.
ઓવૈસીએ આ અંગે સંસદમાં સૂચનો કર્યા હતા જેને ફગાવતા ખરડાને પસાર કરી દેવામાં આવ્યો હતો. હવે રાજ્યસભામાં બિલ પર ચર્ચા થશે. જ્યારે જનતા કા રિપોર્ટરે આ વિષય પર પોતાનો અહેવાલ આપ્યો ત્યારે મોદી સરકારનો ચહેરો બેનકાબ થઇગયો હતો. લોકસભામાં બિલ પસાર કરવાનો મોદી સરકારનો અસલી ઇરાદો કાંઇ જુદો જ છે. વિવાહિત મુસ્લિમ મહિલાઓને વિવાદાસ્પદ ત્રણ તલાકની સામાજિક કુરીતિમાંથી છૂટકારો અપાવવા માટે લોકસભાએ ગુરૂવારે મુસ્લિમ મહિલાના અધિકાર અંગેનો ખરડો ધ્વનિમતથી પસાર કરી દીધો હતો. સદને વિપક્ષી સભ્યો તરફથી લગાવાયેલા કેટલાક સંશોધનોને મત વિભાજનથી તથા કેટલાકને ધ્વનિમતથી ફગાવી દીધા હતા કેમ કે, લોકસભામાં સત્તાપક્ષ ભાજપ પાસે બહુમતી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks