દાહોદ, તા.૧૬
એક ટ્રક ચાલક તેના કબજાની એમ.પી. ૦૯ જી.એફ.૭૬૧૯ નંબરની ટ્રક આગળ જતી મધ્યપ્રદેશના નાગદા ગામના શ્રીરામ કોલોનીમાં રહેતા અતુલસીંગ મનોહરસીંગ રાજપૂતની પાછળ ચલાવી પાર્કીંગ લાઈટ સિવાય સાઈડ સિંગ્નલ ચાલુ કર્યા વગર આગળની ટ્રકને ઓવર ટેક કરવા જતાં આગળ જતી ટ્રક સાથે અથડાતાં ગાડીની એરબેંક ખુલી જતાં અંદર બેઠેલ શૈલેન્દ્રભાઈ શર્માને શરીરે ગંભીર ઈજાઓ થતાં તથા મદનલાલ પ્રજાપતિને સાધારણ ઈજાઓ થતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શૈલેન્દ્રસિંહ શર્માની ગંભીર ઈજાઓને કારણે ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન જ તેનું મોત નિપજ્યું હતું.
આ સંબંધે મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના નાગદા ગામના અતુલસિંહ મનોહરસિંગ રાજપૂતે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.